Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

અન્નપૂર્ણા મંડળ દ્વારા રાજપીપળા સંતોષ ચોકડી મહાદેવ મંદિરે જીવન જરૂરી વસ્તુઓનું વિતરણ

જરૂરિયાતમંદ લોકોને નોટબુક, અનાજ,સેનિટાઇઝર,માસ્કનું વિતરણ કરાયુ

( ભરત શાહ દ્વારા ) રાજપીપળા : રાજપીપળા ખાતે શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા સેવાભાવી પાંચ વ્યક્તિ દ્વારા ભૂખ્યાને ભોજન મળે તેવા આશય થી 2017ના વર્ષ થી અન્નપૂર્ણા મંડળના નામથી શરૂ કરાયેલ સંસ્થા એ પેહલા પોતાના રૂપિયા સાથે અને કિરીટભાઈ સોનીના માર્ગદર્શન થી રાજપીપળામાં દર ગુરુવારે ભોજન વિતરણ ની સેવા શરૂ કરી આ સેવાકાર્ય ખુબજ ટૂંકા સમય માં વધવા લાગ્યું જેમાં અન્ય સેવાભાવી લોકો ને પણ જોડાવવા ઈચ્છા જાગી પરંતુ સમય ના અભાવે પોતે વસ્તુ નું દાન કરવા આગળ આવ્યા ત્યારે આ સેવા હાલ સાચા અર્થ જરૂરિયાતમંદો માટે સફળ જોવા મળી છે.આ સેવાકાર્ય બધા મિત્રો સાથે આજે સતત ત્રણ વર્ષ થી ગમે તે ઋતુમાં પણ આ સતત ચાલુ રહી હોય જે જરૂરિયાતમંદ લોકો માટે આજે ખુબજ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.આ મંડળે આજે કેટલાય જરૂરિયાતમંદ બાળકો સહિતનાને નોટબુક ,અનાજ,સેનિટાઇઝર,માસ્કનું વિતરણ કર્યું હતું.

આ સેવાકાર્યમાં કલ્પેશભાઈ મહાજન, બિપિનભાઈ વ્યાસ,નમિતાબેન મકવાણા,રાકેશભાઈ પંચોલી,કલ્પેશ ભાઈ ચૌહાણ જેવા સેવાભાવી વ્યક્તિ ઓ સતત ત્રણ વર્ષથી આ કાર્યને જાણે પોતાની આદત બનાવી ચુક્યા છે ત્યારે પહેલા આ સેવાકાર્ય બાદ જ બીજું સેવા કર્મ નિયમિત રીતે કરે છે.આ અન્નપૂર્ણા મદદના સેવકો પોતે બાળકો ને શિક્ષણ તો આપે જ છે.(પોતે શિક્ષકો છે)પણ સાથે સાથે સમાજ ની સેવા પણ સાચા મન થી કરે છે.

(8:31 pm IST)