Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

રાજ્યમાં કોરોના બેફામ બન્યો : નવા 1320 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 14લોકોના મોત કુલ કેસનો આંક 1,01,695 થયો :વધુ 1218 દર્દીઓ સાજા થતા કુલ 82,398 લોકોએ કોરોના સામે જંગ જીત્યો

સુરતમાં સૌથી વધુ 271 કેસ,અમદાવાદમાં 171 કેસ, વડોદરામાં 125 કેસ, જામનગરમાં 111 કેસ, રાજકોટમાં 162 કેસ,ભાવનગરમાં 53 કેસ, પાટણમાં 30 કેસ, પંચમહાલમાં 29 કેસ, અમરેલી અને મહેસાણામાં 26- 26 કેસ નોંધાયા :

રાજ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે આજે બ્રેક નવા 1320 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 14 લોકોના મોત  થયા છે મૃત્યુઆંક 3078 થયો છે રાજ્યમાં કોરોનાના કુલ  કેસનો આંકડો 1.01.695 થયો છે  આજે વધુ 1228 દર્દીઓ સાજા થતા કુલ  82398 લોકોએ કોરોના સામે જંગ જીત્યો  છે

 રાજ્યમાં આજે નોંધાયેલ 1320 પોઝિટિવ કેસમાં સુરતમાં સૌથી વધુ 271 કેસ,અમદાવાદમાં 171 કેસ, વડોદરામાં 125 કેસ, જામનગરમાં 111 કેસ, રાજકોટમાં 162 કેસ,ભાવનગરમાં 53 કેસ, પાટણમાં 30 કેસ, પંચમહાલમાં 29 કેસ, અમરેલી અને મહેસાણામાં 26- 26 કેસ નોંધાયા છે

  રાજ્યમાં કુલ 16219 એક્ટિવ કેસ છે જેમાં  16127 લોકો સ્ટેબલ છે જયારે 92 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે

(7:23 pm IST)