Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

રાધનપુર નગરપાલિકામાં ખોટી સહી કરાવી લાખો રૂપિયાનું ચુકવણું બારોબાર થતું હોવાનું કૌભાંડ સામે આવતા તપાસ હાથ ધરવામાં આવી

રાધનપુર: નગરપાલિકામાં સફાઈની કામગીરી બાબતે એજન્સીને થયેલ ચુકવણાના બીલોમાં ઈન્ચાર્જ સેનેટરી ઈન્સ્પેક્ટરની ખોટી સહીઓ કરી લાખો રૃપિયાનું ચુકવણું બારોબાર કરવામાં  આવ્યાનું કર્મચારીને ધ્યાને આવતા ખોટી સહીઓ કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરવા સેનેટરી ઈન્સ્પેક્ટરને લેખિત ફરિયાદ કરી હતી.

રાધનપુર નગરપાલિકામાં ટેક્ષ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા પ્રકાશપુરી બી. ગૌસ્વામીને કેટલાક સમયથી ચીફ ઓફિસર દ્વારા સેનેટરી ઈન્સ્પેક્ટરનો ચાર્જ આપવામાં આવ્યો હતો. નગરપાલિકા દ્વારા નગરમાં સફાીની કામગીરી બાબતે શ્રી ખોડીયાર  ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની એજન્સીને નગરપાલિકા દ્વારા કામગીરી સોંપવામાં આવી હતી. એજન્સી દ્વારા સફાઈ કામગીરી બાબતના બીલો રજુ કરવામાં આવ્યા હતા અને બીલોના ચુકવણા બાબતે ચીફ ઓફીસર દ્વારા સેનેટરી ઈન્સ્પેક્ટરની સહી બીલોમાં કરાવવાનો આગ્રહ રાખ્યો હતો. પરંતુ એજન્સી દ્વારા રજુ કરવામાં આવેલ બીલો મુજબ નગરમાં કોઈ કામગીરી થઈ ના હોવાના કારણે ઈન્ચાક્સેન્ટરી ઈન્સ્પેક્ટરે બીલોમાં સહી કરી હતી. જ્યારે ઈન્ચા. સેનેટરી ઈન્સ્પેક્ટર માંદગીને કારણે રજાઓ ઉપર હતા. તે દરમિયાન શ્રી ખોડીયાર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના બીલોની નોંધ પુશપ કરી ઈન્ચા. સેનેટરી ઈન્સ્પેક્ટર પ્રકાશપુરીની ખોટી સહીઓ કરીને એજન્સીને ચુકવણું કરવામાં આવ્યું હતું. જે બાબત ઈન્ચા. સેનેટરી ઈન્સ્પેક્ટર પ્રકાશપુરીને માલુમ પડતા પોતાની ખોટી સહીઓ કરીને બીલો રજુ કરનાર સામે યોગ્ય તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવા લેખિત ફરિયાદ કરી હતી. જ્યારે નગરમાં સફાીની કામગીરી થયા વગર બારોબાર એજન્સીને ૬૦ લાખ જેટલી રકમનું ચુકવણુ થયાની જાણ થતા એજન્સીને થયેલ ચુકવણાના તમામ બીલોની નકલો સેનીટેશન ચેરમેન દ્વારા માંગવામાં આવી હતી

(6:23 pm IST)