Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

ઇડર મામલતદાર કચેરીમાં તંત્રની નબળી કામગીરી સામે આવી:નકલી જાતિ પ્રમાણપત્ર ઝડપાયા તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો

ઇડર: મામલતદાર કચેરી સ્થિત જનસેવા કેન્દ્રમાં આવક- જાતિક્રિમીલેયર જેવા દાખલા કઢાવવામાં મોટા પાયે ગેરરીતિ- ચાલતી હોવાની ફરિયાદો છતાં તંત્ર હાથ પર હાથ ધરીને બેસી રહ્યું છે તેવામાં ટી.ડી..ની બોગસ સહી તથા તાલુકા પંચાયતના બોગસ સહી સિક્કા સાથેનું જાતિ પ્રમાણપત્ર ઝડપાતા તંત્રમાં હડકંપ મચી ગયો છે. આવું બોગસ સહી- સિક્કા સાથેનું પ્રમાણપત્ર ૨૫૦ રૂપિયા લઈ કાઢી અપાતું હોવાનું પણ ધ્યાને આવ્યું છે. ૨૫૦ રૂપિયામાં આવા કેટલા પ્રમાણપત્રો કાઢી આપ્યા તથા બોગસ સહી- સિક્કા સાથેનું પ્રમાણપત્ર તૈયાર કરનાર માસ્ટર માઇન્ડ કોણ તે તપાસનો વિષય બન્યો છે.

ઇડરનું જનસેવા કેન્દ્ર વચેટીયાઓની બોલબાલાને લઈ સતત વિવાદનું કેન્દ્ર બની રહ્યું છે. કેન્દ્રમાં પૈસા લઈ દાખલા કઢાવી આપતા વચેટિયાઓની દિનભર અવરજવર રહેતી હોય છે. વચેટીયાઓ જનસેવા કેન્દ્રના કર્મચારીઓ સાથેની મીલી ભગતથી એક સાથે અને રોજેરોજ થોકબંધ દાખલા કઢાવી જતા હોવા છતાં અને બાબતની ઢગલાબંધ ફરિયાદો છતાં તંત્ર કાર્યવાહીને બદલે આંખ આડા કાન કરતું હોઈ આવા લોકોને મોકળું મેદાન મળી ગયું છે.

(6:21 pm IST)