Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

સુરતના અમરોલી વિસ્તારમાં બે વર્ષીય બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર નરાધમને અદાલતે આજીવન કેદની સુનવણી કરી

સુરત: શહેરના અમરોલી વિસ્તારમાં રહેતી બે વર્ષની બાળકી નું અપહરણ કરીને બળાત્કાર ગુજારવાના કેસમાં સંડોવાયેલા આરોપી વિરુદ્ધ આજરોજ કોર્ટે આરોપીને તમામ ગુનામાં દોષિત ઠેરવી આરોપીને જીવે ત્યાં સુધી આજીવન કેદની સજા તથા દંડ ફટકારતો હુકમ કર્યો છે.

સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની એવા ફરિયાદી માતા તારીખ 11 માર્ચ 2019ના રોજ બાથરૂમમાં નહાવા ગયા હતા ત્યારે તેની બે વર્ષ અને એક મહિનાની બાળકી બાથરૂમની બહાર રમતી હતી. જે દરમિયાન 26 વર્ષીય શત્રુઘ્ન ઉર્ફે બીજલી મહંત રાય યાદવ રહેવાસી મોટા વરાછા અમરોલી નવી વેદાંત સિટી પાછળ આવેલી ઝુપડપટ્ટી ભોગ બનનાર બાળકીને ચોકલેટની લાલચ આપીને પોતાની સાથે બદકામના રાતે ઉપાડી ગયો હતો.

આરોપી શત્રુંજય બાળકીનું અપહરણ કરી અબ્રામા રોડ પર કરમશી બાપાની શેર શેરડીના ખેતરમાં બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો ને છોડી છોડીને આરોપી ભાગી ગયેલો હતો જેથી 12મી માર્ચના રોજ સાક્ષી મંજુલાબેન જેઠવા અર્ધનગ્ન બાળકીને બેહોશ હાલતમાં પડેલી જોઈ હતી. જેથી પોલીસને ફરિયાદ કરતા ભોગ બનનારની માતાએ સીસીટીવી ફૂટેજના આધારે આરોપી વિરુદ્ધ સગીર બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના બાબતે ફરિયાદ નોંધાવી હતી. આજરોજ કેસની અંતિમ સુનાવણી ચાલી જતા કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા ભોગ બનનાર બાળકી તેની માતા અને તબીબી પુરાવાને લક્ષમાં લઇને આરોપીને તમામ ગુનામાં દોષિત ઠેરવી બળાત્કાર ગુજારવાના કેસમાં જીવે ત્યાં સુધી આજીવન કેદની સજા 5000 બે વર્ષની કેદની સજા કરી છે.

(6:19 pm IST)