Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

ગુજરાત રાજ્યના ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં પ્રમુખ તરીકે હાઇકોર્ટના રીટાયર્ડ જસ્ટીસ વી.પી.પટેલની નિમણૂંક થતા તેઓએ ચાર્જ સંભાળી લીધો

ગૃહ રાજય અને કાયદા મંત્રીરી પ્રદિપસિંહ જાડેજાએ આપ્યા અભિનંદન

અમદાવાદ : ગૃહ રાજય અને કાયદા મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે ગુજરાત રાજ્યના ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં પ્રમુખ તરીકે હાઇકોર્ટના રીટાયર્ડ જસ્ટીસ  વી.પી.પટેલની નિમણૂંક કરવામા આવી છે.  વી.પી.પટેલે આજે તેમના હોદ્દાનો ચાર્જ સંભાળી લીધો છે.
            હાઇકોર્ટના રીટાયર્ડ જસ્ટીસ વી.પી.પટેલને અભિનંદન આપતા ગૃહ રાજય અને કાયદા મંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે ગુજરાત સરકાર સમક્ષ રાજ્યમાંથી ગ્રાહકોના હીતો સાથે સંકળાયેલ સ્વૈચ્છિક સંસ્થાઓની રજૂઆતો તથા ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણમાં પ્રેક્ટીસ કરતા વકીલોશ્રીઓની રજૂઆતને ધ્યાને લઇ પ્રજાલક્ષી કામગીરી કરવામાં મોખરે રહેલી વિજયભાઇ રુપાણીની ગુજરાત સરકાર દ્વારા ગ્રાહકોની તકરારને લગતા પ્રશ્નોના નિકાલ તથા તેઓને થતા અન્યાય વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા તથા પેન્ડીંગ કેસોના ઝડપી નિકાલ કરવા અને ગ્રાહકને લગતા પ્રશ્નોના નિકાલની કામગીરી વેગવંતી બને તે માટે ગુજરાત સરકાર દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટ સાથે પરામર્શ કર્યા બાદ ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રમુખપદે નિવૃત્ત હાઇકોર્ટ જસ્ટીસ વી.પી.પટેલની નિમણૂંક કરવામાં આવી છે અને તેઓ એ ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રમુખપદનો ચાર્જ આજ રોજ સંભાળી લીધો છે.
          મંત્રી જાડેજાએ ઉમેર્યું હતું કે આ નિમણૂંક થવાના કારણે ગ્રાહકોની તકરારોના કેસોના નિકાલને વેગ મળશે તેમજ ગ્રાહકોને ઝડપી અને સમયસર ન્યાય મળી રહેશે.

(6:14 pm IST)