Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

અમદાવાદ ડીપીએસ ઇસ્‍ટ સ્‍કૂલના બોગસ એનઓસી મામલે મંજુલા શ્રોફ બાદ પૂર્વ પ્રિન્‍સીપાલ અનિતા દુવા અને હિતેશ વસંતની ધરપકડ-પૂછપરછઃ પોલીસને યોગ્‍ય જવાબ ન મળ્‍યા

અમદાવાદ: હાથીજણ સ્થિત DPS ઇસ્ટ સ્કૂલના બોગસ NOC મામલે મંજુલા શ્રોફ બાદ પોલીસે DPS સ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ અનિતા દુવા અને હિતેશ વસંતની ધરપકડ કરી પૂછપરછ કરી હતી. જો કે બંને આરોપીઓ આગોતરા જામીન લઈને હાજર થયા હતા. એટલે પોલીસની વાત માનીએ તો પૂછપરછ બાદ કોઈ યોગ્ય જવાબ નથી મળ્યો.

અમદાવાદના DPS ઇસ્ટ સ્કૂલ વિવાદ મામલે પોલીસે તપાસ કરી મંજુલા શ્રોફ બાદ હિતેશ વસંત અને અનિતા દુઆ આગોતરા લઈ હાજર થયા. બંન્નેની પૂછપરછ કરવામાં આવી. DPS સ્કૂલે CBSC સમક્ષ ખોટી NOC રજુ કરી હતી. તેને લઈને DPS ના CEO મજુલા શ્રોફ પૂર્વ પ્રિન્સિપાલ અનિતા દુવા અને હિતેશ વસંત સામે ફરિયાદ નોંધાઈ હતી. જોકે ખોટી NOC કોને બનાવી તેને લઈને પોલીસને કોઈ જવાબ નથી મળી રહ્યો. અને તેનેજ લઈને પોલીસે પૂર્વ આજે પૂર્વ પ્રિન્સિપાલ અનિતા દુવા અને હિતેશ વસંતનું નિવેદન લીધું હતું.

NOC મામલે સ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ અનિતા દુવાની આ મામલે પૂછપરછ કરી હતી. જેમાં ડોક્યુમેન્ટમા થયેલ સહી તેની નહી હોવાનું પોલીસ સમક્ષ રટણ કર્યું હતું. તો સાથે જ હિતેશ વસંત NOC બાબતે નહી જાણતો હોવાનું પોલીસને કહ્યું હતું. પોલીસે બંન્નેની પૂછપરછ કરીને ધરપકડ કરી હતી. જોકે અગાઉથી બંને આરોપીએ આગતરો મેળવ્યા હતા. પોલીસ હવે સહી અંગે FSLની મદદ લઈ શકે છે.

(4:42 pm IST)