Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

શ્રેષ્ઠ ખાડા શોધ સ્પર્ધા!

શાસકો કયાં છે? ગામમાં ખાડા, શહેરમાં ખાડા, હાઇવે પર ખાડા : સેલ્ફી સાથે ફોટો મૂકોઃ કોંગ્રેસ મીડિયા સેલનું નવતર આયોજન

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા.૪: ભાજપાના કારણે લોકોના સમય, પૈસા, વાહનોને નુકશાન તેમજ જીવ પર જોખમ ઉભું થયું છે અને જનતા પારાવાર મુશ્કેલીમાં મુકાઈ ગયેલ છે. જનતાને છેલ્લા ઘણા વર્ષોથી દરેક ચોમાસામાં કાદવના ભરેલા ખાડા અને ઉબડખાબડ રસ્તાઓ પર ચાલવાની ફરજ પડી રહી છે.જનતા જોડેથી કરોડોના ટેકસ લેવા છતાં જનતાને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સ્થાનિક સ્તરે તેમજ સોશ્યલ મીડિયા માધ્યમ દ્વારા અનેક વિરોધ પ્રદર્શન તેમજ જનહિત માટે આવેદનપત્રો આપ્યા પછી ગુજરાત કોંગ્રેસ સોશીયલ મીડિયા ડિપાર્ટમેન્ટ દ્વારા શ્રેષ્ઠ ખાડા શોધ પ્રતિયોગિતા યોજવામાં આવેલ છે.

જેમાં વ્યકિતએ પોતાના વિસ્તારના શ્રેષ્ઠ ખાડા સાથે સેલ્ફી લઇ, સોશીયલ મીડિયા પર તેને હેશટેગ #Selfie_With_ખાડા સાથે પોસ્ટ કરી પ્રથમ ૩ વિજેતાને શ્રેષ્ઠ ખાડા શોધ બદલ સમ્માનિત કરવાનું કહેવામાં આવ્યું છે.

થોડા સમય પહેલા ગુજરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ ટ્રેન્ડ ્નવિકાસંખાડાંમાંંગયો પણ ગુજરાતમાં સતત ૮ કલાક સુધી નંબર ૧ ટ્રેન્ડ તરીકે ટ્રેડિંગ માં રહી સોશીયલ મીડિયા પર છવાયો હતો. જેમાં ગુજરાત કોંગ્રેસના ઘણા નેતાઓએ જનતાને પડતી મુશ્કેલીઓ માટે અવાજ ઉઠાવ્યો હતો.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિત ચાવડાએ ટ્વિટ દ્વારા જણાવ્યું હતું કે, ગામમાં ખાડા, શહેરમાં ખાડા, હાઈવે પર ખાડા, સ્માર્ટ સિટીમાં ખાડા, ૩૦ વર્ષના શાસન પછી પણ ખાડા, જયાં જુવો ત્યાં ખાડા જ ખાડા, ભાજપના કારણે ખાડા ખાડામા તંત્ર કે તંત્રમાં ખાડા?

વિકાસ.. ખાડામાં.. ગયો

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ, સોશીયલ મીડીયા ડિપાર્ટમેન્ટ ના ચેરમેન શ્રી હેમાંગ રાવલ એ જણાવ્યું છે કે 'શ્રેષ્ઠ ખાડા શોધ પ્રતિયોગિતા' માં ખાડા સાથે સેલ્ફી પાડી પોતાના ફોટા સોશીયલ મીડિયામાં અપલોડ કરી સરકાર સુધી જનતાની વાત પહોંચાડવાનો અનોખો પ્રયોગ શરૂ કરી સરકારની આંખ ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

(4:00 pm IST)