Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

બેરોજગાર બનેલ રત્ન કલાકારોને સહાય આપો

ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સુરત કલેકટર - કમિશનરને રજૂઆત

રાજકોટ તા. ૪ : હીરાઉદ્યોગમા કામ કરતા રત્નકલાકારો અત્યારે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. મોટી સંખ્યામા રત્નકલાકારો બેરોજગારી અને આર્થિક તંગીના કારણે આપઘાત કરી જીવન ટૂંકાવી રહ્યા છે છતા સરકાર કે ઉદ્યોગપતિઓના પેટનુ પાણી પણ હલતુ ન હોવાનો આક્રોશ ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ રમેશભાઇ જીલરીયા, ઉપપ્રમુખ ભાવેશભાઇ ટાંક અને પ્રવકતા ભરતભાઇ હડીયાએ વ્યકત કર્યો છે.

તેઓએ એક યાદીમાં જણાવ્યું છે કે, સરકારે લોકડાઉન જાહેર કર્યું ત્યારે તો મોટા ઉપાડે એવો પરિપત્ર જાહેર કર્યો હતો કે કમદારોને લોકડાઉનનો પગાર દરેક કંપનીએ ચૂકવવો પડશે પણ સરકાર રત્નકલાકારોને લોકડાઉનનો પગાર ઉદ્યોગપતિઓ પાસેથી અપાવવામા નિષ્ફળ રહી હતી.

માટે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા સુરતની ૧૪૯ મોટી કંપનીઓ સામે સરકારના પરિપત્ર મુજબ કામદારોને પગાર નહી ચૂકવવા બાબતે સુરત જિલ્લા કલેકટર અને ડેપ્યુટી લેબર કમિશનર ને ઉપરોકત કંપનીઓ સામે કાયદેસરની ની કાર્યવાહી કરવા માટે ફરિયાદો થઇ હતી. પરંતુ આ કંપનીઓ સામે કાર્યવાહી થઇ નથી.

લોકડાઉન જાહેર થયુ ત્યારથી અત્યાર સુધીમા આશરે ૧૨ રત્નકલાકારોએ બેરોજગારી અને આર્થિકતંગીના કારણે આપઘાત કરી જીવન ટૂંકાવી લીધા છે. સૌથી દુર્ભાગ્યપૂર્ણ બાબત તો એ છે કે જેણે હીરા ઉદ્યોગના વિકાસમા અને હીરાની સાથે પોતાની જિંદગી ઘસી નાખી છે એવાઙ્ગ રત્નકલાકારો જયારે આપઘાત કરી જીવન ટૂંકાવી લે છે ત્યારે એમના પરિવારને સરકાર કે ઉદ્યોગપતિઓ એક પૈસાની મદદ કરતા નથી.

હીરાઉદ્યોગમા કામ કરતા રત્નકલાકારો જો કોરોના વાયરસનો ભોગ બને તો તેમની સારવારનો તમામ ખર્ચ કંપની ભોગવે અને સારવાર દરમિયાન જે ગેરહાજરી રહે તેનોઙ્ગ તમામ પગાર ચૂકવવામા આવે તથા જો કોરોના વાયરસના કારણે રત્નકલાકારનુ અવસાન થાય તો સરકાર અને માલિકો મળી રત્નકલાકારોના પરિવારને ૧૦ લાખની સહાય ચૂકવે એવો જાહેરનામુ બહાર પાડવામા આવે એ બાબતે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા સુરત કલેકટરશ્રી અને કમિશનરશ્રીને રૂબરૂ મળી રજુઆત કરવામા આવી હોવાનું ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પ્રમુખશ્રી રમેશભાઈ જીલરીયાઙ્ગ-મો.૮૭૫૮૮ ૦૬૦૯૭, ઉપપ્રમુખશ્રી ભાવેશભાઈ ટાંકઙ્ગ મો. ૯૯૭૮૪ ૩૮૮૩૦, પ્રવકતા ભરતભાઈ હડિયાઙ્ગ- મો. ૭૪૮૭૮ ૭૭૭૦૭ એ સંયુકત યાદીના અંતમાં જણાવેલ છે.

(3:58 pm IST)