Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

સુરતની ૭ વર્ષની લાપતા બાળકીનો ૧૦ કલાકની જહેમત બાદ ૨૫૦ પોલીસના કાફલા દ્વારા માતા-પિતા સાથે મિલન કરાવ્યું

રાજકોટઃ તાજેતરમાં જ સુરત સચિન જીઆઇડીસી વિસ્તારની સામાન્ય મજુર પરિવારની ગૂમ થયેલી બે બાળકીઓને શોધવા માટે ૧પ-૧પ ટીમો કામે લગાડી યેન-કેન પ્રકારને તેને શોધી માતા-પિતાને સુપ્રત કરનાર સુરતના પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરના માર્ગદર્શન હેઠળની ટીમે ફરી એક વખત ઘરેથી સાવકી માતાએ ઠપકો આપતા ઘર છોડી ચાલી ગયેલી ૭ વર્ષની બાળાને ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ૨૫૦ જેટલા ચુનંદા પોલીસ સ્ટાફને મેદાને ઉતારી ૧૦ કલાકની જહેમત બાદ શોધી કાઢી હતી.  અમદાવાદના એડીશ્નલ પોલીસ કમિશ્નર એચ.આર.મુલીયાણા, ડીસીપી વીધી ચૌધરી તથા એસીપી જયકુમાર પંડયાની આગેવાની હેઠળની ટીમે બાળકીનો પતો લાગ્યો ત્યાર બાદ જ ભોજન ગ્રહણ કર્યુ હતું. માતા-પિતાએ પણ તમામ પોલીસ સ્ટાફ અને પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરનો આભાર માની પોતાની પુત્રીની ઓળખ છતી ન કરવા વિનંતી કરતા પોલીસે તેનુ઼ નામ વગેરે બાબત જાહેર કર્યુ ન હતું.

(12:56 pm IST)