Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

અમદાવાદમાં AMTS બસની અડફેટે ધ્રાંગધ્રાના મુસ્લિમ યુવકનું મોત

બાઇક ઉપર ત્રણ મિત્રો પુસ્તકો ખરીદવા માટે ગયા હતા

વઢવાણ,તા.૪ : અમદાવાદના ઈસ્કોન ચાર રસ્તા પાસે એસજી હાઈવે પર દોડતી AMCની રૂટ નંબર ૫૦૧ની બસે  અકસ્માત સર્જયો છે. જેમાં બસીદખાન નામના યુવકનું ઘ઼ટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજયું છે.

મૃતક બસીદ ખાન ધ્રાંગધ્રાનો વતની હતો. તે પુસ્તકો લેવા માટે સુરેન્દ્રનગરથી પોતાના મિત્રો સાથે અમદાવાદ આવ્યો હતો. તેની સાથે તેના બે મિત્રો હતા. બંને મિત્રો બાઈક પર આગળ હતા, અને બસીદ પાછળ હતો.

બસીદની સાથે સુરેન્દ્રનગરથી તેના બે મિત્રો પણ અમદાવાદ આવ્યા હતા. રોડ પર આગળ નીકળી ગયેલા મિત્રોને બસીદ કયાંય દેખાયો ન હતો. તેથી તેઓ ઈસ્કોન પાછા આવ્યા હતા, ત્યાં આવીને જોયુ તો બસીદ મૃત્યુ પામ્યો હતો. તેના મિત્રો પણ તેનો મૃતદેહ જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા.

(11:30 am IST)