Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

નર્મદા ડેમની સપાટી ૧૩૫.૩૦ મીટરે, પૂરો ભરવા માટે મહિનાની રાહ જોવાશે

નર્મદા ડેમ કુલ જળસંગ્રહ ક્ષમતા પૈકી હાલ ૮૯ ટકા જળજથ્થો ઉપલબ્ધ : ૮૪૧૬.૪૦ એમ.સી.એફ.ટી. પાણી ભરેલુ છે

રાજકોટ તા. ૪ : રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી આજે સવારે ૯ વાગ્યાની સ્થિતિએ ૧૩૫.૩૦ મીટરે પહોંચી છે. પાણીની આવકના પ્રમાણમાં જાવક માટે છોડવામાં આવી રહ્યું છે. હજુ ચોમાસુ બાકી હોવાથી ડેમ ભરવાની ગતિ ધીમી રાખવામાં આવી છે.

ઇન્દિરાસાગર ડેમ તરફથી પાણીની પુષ્કળ આવક ચાલુ છે પણ પૂર્વ સાવચેતી માટે સપાટી ધીમી ગતિએ વધારવામાં આવી રહી છે. ૧૩૮.૬૭ મીટરે જળસપાટી પહોંચે એટલે આખો ડેમ ભરાઇ જશે. સપ્ટેમ્બર અંત અથવા ઓકટોબરના પ્રારંભે આખો ડેમ ભરાય તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. અત્યારે ડેમની કુલ જળ સંગ્રહ ક્ષમતાના પ્રમાણમાં ૮૯ ટકા જેટલો જળજથ્થો ડેમમાં ઉપલબ્ધ છે.

(12:59 pm IST)