Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

રાજય ચુંટણી આયોગે સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓના સીમાંકન અને બેઠક ફાળવણીના આદેશ કર્યાઃ પ મહાનગરપાલિકા, ૬ નગરપાલિકા, ૧૬ જિલ્લા પંચાયત, ર૯ તાલુકા પંચાયતને લાગુ

ગાંધીનગરઃ રાજય ચુંટણી આયોગે સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓના સીમાંકન અને બેઠક ફાળવણીના આદેશ કર્યા છે. આ આદેશ રાજયની પ મહાનગરપાલિકા, ૬ નગરપાલિકા, ૧૬ જિલ્લા પંચાયત તથા ર૯ તાલુકા પંચાયતને લાગુ પડે છે.

           આ અંગેની વિગત જોઇએ તો.. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના જે એકમોમાં ૨૦૧૫ વર્ષના સીમાંકન બાદ ભૌગોલિક હદમાં (તેમજ વોર્ડ/મતદાર મંડળ બેઠકોની સંખ્યામાં) ફેરફાર થયો હોય તેવા સ્વરાજ્યના એકમો માટે ૨૦૧૧ની વસ્તી ગણતરી આધારે નવેસરથી સીમાંકન પ્રક્રિયા હાથ ધરી વોર્ડ/મતદાર મંડળની રચના કરી બેઠકોની ફાળવણી કરવામાં આવેલ છે.

           ૫ મહાનગરપાલિકા માં (૧) વડોદરા(૨) સુરત (૩) રાજકોટ (૪) ભાવનગર(૫) અમદાવાદ તથા  (૧) નવસારી-વિજલપોર (૨) પોરબંદર-છાયા (૩) મોરબી (૪) સાવરકુંડલા (૫) પેટલાદ (૬) સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નો સમાવેશ થાય છે. જ્યારે ૧૬ જિલ્લા પંચાયત માં (૧) સુરત (૨) વડોદરા (૩) રાજકોટ (૪) મોરબી (પ) સુરેન્દ્રનગર (૬   ભાવનગર (૭) અમરેલી (૮) પોરબંદર (૯) દાહોદ (૧૦) કચ્છ (૧૧) ગાંધીનગર (૧૨) અમદાવાદ (૧૩) પાટણ (૧૪ નવસારી (૧૫) ગીર-સોમનાથ (૧૬) ભરૂચ નો સમાવેશ થાય છે. અને ર૯ તાલુકા પંચાયત માં (૧) ચોર્યાસી (૨) કામરેજ (૩) ઓલપાડ (૪) પલસાણા (૫) નવસારી (૬) વડોદરા (૭) ભરૂચ (૮) વાગરા (૯) રાજકોટ(૧૦) મોરબી (૧૧) વાંકાનેર (૧૨) ચોટીલા (૧૩) ભાવનગર ગ્રામ્ય (૧૪) જેસર (૧૫) સાવરકુંડલા (૧૬) પોરબંદર (૧૭) લીમખેડા (૧૮) સીંગવડ (૧૯) કોડિનાર (૨૦) ગીર ગઢડા (૨૧) ઉના (રર) મુંદ્રા (૨૩) ગાંધીનગર (૨૪) કલોલ (ર૫) માણસા (૨૬) દસક્રોઈ (ર૭) સાણંદ (૨૮) પાટણ (૨૯) સરસ્વતી નો સમાવેશ થાય છે

          વિસ્તૃત વિગતો આયોગની વેબસાઇટ Www.sec.gujarat .gov.in પર જોઇ શકાશે. તેમ મહેશ જોશી સચિવ રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર દ્વારા જણાવાયું છે.

(11:02 pm IST)