Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

ભરૂચમાં ભારે વરસાદથી જળબંબોળ :ફુરજા ચાર રસ્તા નજીક ખુલ્લી ગટરમાં મોટરસાયકલ સવાર ખાબક્યો

વિડીયો બનાવી તંત્રને જગાડવા માટે સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો

ભરૂચ: શહેરમાં બપોરના અચાનક વાતાવરણમાં પલટો આવી જતા મુશળધાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે ભરૂચના ફુરજા ચાર રસ્તા નજીક વરસાદી પાણીના કારણે જળબંબાકારના દ્રશ્યો સર્જાયા હતા. જે ચાર રસ્તા નજીકથી પસાર થઇ રહેલો મોટરસાયકલ ચાલકને મુખ્ય માર્ગ ઉપર રહેલ ખુલ્લી ગટર વરસાદી પાણીમાં ન દેખાતા તે પોતાની મોટરસાયકલ સાથે ખુલ્લી ગટરમાં ઉતરી જતાં સ્થાનિક દુકાનદારોએ દોડી જઈ મોટરસાયકલ ચાલકને હેમખેમ બહાર કાઢી મોટરસાયકલને ખુલ્લી ગટર માંથી બહાર કાઢતો વિડીયો બનાવી તંત્રને જગાડવા માટે સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો હતો.

  અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિક રહીશોની વારંવાર રજૂઆત બાદ પણ તંત્ર આંખ આડા કાન કરતા સ્થાનિક દુકાનદારોએ ખુલ્લી ગટરો તથા ખાડાઓ ઉપર લોખંડની જાળી લગાવવા માટે વારંવાર રજૂઆત કરી છે. છતાં તંત્રએ કાર્યવાહી નહીં કરતા આજે એક વાહન ચાલક પોતાનો જીવ ગુમાવતો બચી ગયો હતો. સ્થાનિક રહીશોએ ખુલ્લી ગટર તથા ખાડા પૂરવા માટે બે હાથ જોડી વિનંતી કરતા વીડિયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર વાઈરલ કરતા તંત્રના વિકાસની પોલ છતી થઈ જવા પામી

(9:46 pm IST)