Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

રાજ્યમાં લાઉડસ્પીકરનો આડેધડ ઉપયોગ થતા લોકોને પરેશાની : હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી

પ્રતિબંધિત જગ્યા ઉપર લાઉડ સ્પીકરનો ઉપયોગના દાખલા અને પુરાવા રજૂ કરવા નિર્દેશ

અમદાવાદ : રાજ્યમાં લાઉડસ્પીકરના આડેધડ ઉપયોગના કારણે લોકોને થતી પરેશાની મુદ્દે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી થઈ છે. આ અંગે સુનાવણી કરતાં હાઈકોર્ટે અરજદારે જે પ્રતિબંધિત જગ્યા ઉપર લાઉડ સ્પીકરનો ઉપયોગ થાય છે તે જગ્યાઓના ચોક્કસ દાખલા અને પુરાવા રજુ કરવા નિર્દેશ કર્યો હતો

   . આ અંગે 12 સપ્ટેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે. શાળાઓ, કોલેજ, હોસ્પિટલ અને અન્ય સંવેદનશીલ જગ્યાઓની આસપાસમાં સાયલેન્સ ઝોન હોવા છતાં લાઉડ સ્પીકરનો ઉપયોગ થાય છે. જેની અસર વૃદ્ધો, બીમાર દર્દીઓ અને ભણતા બાળકો પર પડે છે.

(8:50 pm IST)