Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

લેબ ટેકનોલોજીસ્ટ રૃટીન બ્લડ ટેસ્ટ કરવા માટે હવે સ્વતંત્ર છે

ગુજરાત સરકારનો પ્રજાલક્ષી અભિગમઃ માઇક્રોબાયોલોજી, બીએસસી સહિતના કોર્સ પેથોલોજી લેબોરેટરી માટે માન્ય રહેશે : ગુજરાત સરકારનો નિર્ણય

ગાંધીનગર, તા. ૪: છેલ્લા ઘણાં વર્ષોથી ભારતનાં વિવિધ ન્યાયાલયો તેમજ સુપ્રિમ કોર્ટમાં લેબોરેટરી ટેક્નોલોજીસ્ટ અને પેથોલોજીસ્ટ વચ્ચે બ્લડ ટેસ્ટીંગ, રીપોર્ટીંગ અને સાઇનીંગ ઓથોરીટી જેવા વિવિધ મુદ્દાઓને લઈને ન્યાયીક જંગ જામ્યો હતો. જેનાં પરિણામે આ કેસ સુપ્રિમ કોર્ટમાં ગયો. પેથોલોજીસ્ટ ડોક્ટરોની તરફેણ કરતી સંસ્થા એમસીઆઈ (મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા)ની દલીલોને સુપ્રિમ કોર્ટ સાંભળી, પરંતુ લેબોરેટરી ટેક્નોલોજીસ્ટની નેશનલ લેવલની કોઈ કાઉન્સીલ ન હોતાં ચુકાદો પેથોલોજીસ્ટની તરફેણમાં આપ્યો. ત્યારબાદ કેન્દ્ર સરકારે આ ચુકાદાને લઈને એક હાઈ લેવલ કમીટી બનાવી અને સામાન્ય પ્રજા પર સુપ્રિમ કોર્ટનાં આ ચુકાદાથી કેવી અસરો પડશે, એની સંપૂર્ણ જાણકારી મેળવી આ કમીટીના રીપોર્ટ પરથી એવું તારણ નીકળ્યું કે પ્રજાહીતમાં આ ચુકાદાના અમલ કરવો અશક્ય છે. સામાન્ય પ્રજાની સુખાકારી માટે સતત ચિંતીત એવા આપણાં વડાપ્રધાન નાં માર્ગદર્શન હેઠળ સી.ઈ.એ.માં સુધારો કરી એક ભારતીય રાજપત્ર(ધ ગેઝેટ ઓફ ઇન્ડિયા) બહાર પાડીને  આ વર્ષો જુનાં પ્રશ્નનો સુખદ અને વ્યવહારૃ ઉકેલ લાવ્યો છે. આ સંદર્ભ આપણી લાગણીશીલ ગુજરાત સરકારને પણ નિયમીત રજુઆતો કરવામાં આવી. કેન્દ્ર સરકારનાં આ કાયદામાં ગુજરાત રાજ્યમાં અમલ થાય તે માટે લેબોરેટરી ટેક્નોલોજીસ્ટ એસોસિએશન (એસોપ્લોગ) એ અવિરત પ્રયાસો ચાલુ રાખ્યાં. ગુજરાતમાં કેટલાય વિસ્તાર તો એવા છે જ્યાં કોઈ પેથોલોજીસ્ટ છે જ નહી. જેમાં સામાન્ય પ્રજાને રૃટીન ટેસ્ટ માટે શારિરીક, આર્થિક અને સમયની હાડમારી વેઠવાનો વારો આવે. એસોપ્લોગ લેબોરેટરી એસોસિએશન વતી હોદ્દેદારો- પ્રમુખ ધીરજ ડોબરીયા, શૈલેષ બાબરીયા, સુરેશ પટેલ, સતીષ ભાવસાર, ઉમેશ ગોંડલીયા, પૌરવ પંડ્યા સચિવ, અધિકારીઓ સાથે   આનુસંગીક ચર્ચાઓ કરી અને ગુજરાત રાજ્યમાં આ પ્રશ્ન નો સુખઃદ ઉકેલ આવે તેવાં પ્રયત્નો કર્યા. કેન્દ્ર સરકારનાં ગેઝેટનાં અનુસંધાને ગુજરાત રાજ્યમાં તેની અમલવારી થાય એ માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગએ તા.૨૩-૮-૨૦૧૮નાં રોજ એક ઠરાવ પસાર કરીને ગુજરાત સરકારે   એક અધિનિયમ બહાર પાડ્યો અને એનો તાત્કાલિક અમલ થાય એવી સુચના પણ સંબંધિત વિભાગોને આપી. આ અધિનિયમ મુજ્બ લેબોરેટરીઓને ત્રણ વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવી છે ૧) બેઝીક ૨) મીડીયમ ૩) એડવાન્સ. બેઝીક કેટેગરીની લેબોરેટરીમાં બધા જ પ્રકારનાં રૃટીન ટેસ્ટને આવરી લેવામાં આવ્યા છે, જેવા કે હીમોગ્રામ, બાયોકેમેસ્ટ્રી, યુરીન અને ટુલ. વિગતવાર રીતે જોઇએ તો તેમાં લોહીનાં વિવિધ કણોની તપાસ સીબીસી, લીવર ફંક્શન ટેસ્ટ, કીડની ફંક્શન ટેસ્ટ, લીપીડ પ્રોફાઇલ, પી.ટી, બી.ટી., સી.ટી., બ્લડગ્રુપ જેવી અનેક રોજીંદા ટેસ્ટને હવે લેબોરેટરી ટેકનોલોજીસ્ટો પોતાની લેબમાં ટેસ્ટ કરી એનો રીપોર્ટ પોતાની સહીથી આપવા સ્વતંત્ર છે. આવા રૃટીન ટેસ્ટ માટે કોઈ પેથોલોજીસ્ટ/ડી.સી.પી.ની સહી આવશ્યકતા રહેશે નહી. આ ઉપરાંત મીડીયમ અને એડવાન્સ કેટેગરીની લેબોરેટરીઓમાં પણ લેબ ટેકનોલોજીસ્ટની હાજરી ફરજીયાત કરી છે અને તેમાં પેથોલોજીસ્ટ/ડી.સી.પી.ની સહી જરૃરી છે. અત્રે એ સ્પષ્ટ છે કે ગુજરાત રાજ્યમાં લેબ ટેકનોલોજીસ્ટ દ્વારા ચલાવાતી હજારો લેબોરેટરીઓ બેઝીક કેટેગરીમાં જ આવે છે.

(7:57 pm IST)