Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

નર્મદ ડેમની જળસપાટી 123,64 મીટરે પહોંચી :છેલ્લા 20 દિવસમાં 13,25 મીટરનો વધારો

અમદાવાદ :ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી 123.64 મીટર પર પહોંચી ગઇ છે. ઉપરવાસમાં પાણીની આવકને કારણે 20  દિવસમાં સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં 13.25 મીટરનો વધારો થયો છે. નર્મદા ડેમની જળ સપાટી 123.64 મીટરે પહોંચી છે. હાલમાં ડેમમાં 49 હજાર 547 ક્યુસેક પાણીની આવક થઇ છે. હજુ પણ ડેમની સપાટીમાં દર કલાકે અંદાજે ત્રણ સેન્ટીમીટરનો વધારો થઇ રહ્યો છે.

  ડેમની સપાટી વધ્યા બાદ 250 મેગાવોટના કેનાલ હેડ પાવર હાઉસનું એક વીજ મથક ચાલુ કરાયુ છે. મહત્વનુ છે કે સરદાર સરોવરમાં પાણીની આવક વધતા ગુજરાતના માથેથી પીવાના પાણીની કટોકટી ટળી ગઈ છે.

  સરકારે સિંચાઈ માટે પ્રતિબંધ લગાવ્યો હતો તે જલદીથી દૂર થઈ જાય તેવી સંભાવના છે. હવે ખેડૂતોને રવી અને ઉનાળુ સિઝનમાં પણ સિંચાઈ માટે પાણી મળી શકે છે.

(3:46 pm IST)