Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

ભરૂચ-પાલેજ માર્ગ પર વિચિત્ર ગોઝારા અકસ્માતમાં બાઈક ચાલકને ગંભીર ઇજા

ભરૂચ: પાલેજ માર્ગ ઉપર આજરોજ સવારનાં સમયે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે યુવાનો બાઈક લઈને પસાર થતાં વચ્ચે ઘોડી આવી જતાં તેની સાથે અકસ્માત સર્જાયો હતો. આ વિચિત્ર અકસ્માકમાં ઘોડીનું ઈજાના કારણે સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે બાઈક ઉપર જઈ રહેલા યુવાનો અકસ્માતના પગલે રોડ સાઈડ ઉપર પટકાયા હતા. જેમાં ગંભીર ઈજાના કારણે એક યુવાનનું મોત નિપજ્યું હતું.

ઘોડી સાથે સર્જાયેલા આ વિચિત્ર અકસ્માતમાં મોટરસાયકલ ઉપર સવાર બે ઈસમો અભિજીત શંકર બિન્દા અને બુદ્ધેવ બિન્દાને ગંભીર ઈજાઓ પહોંચતા અભિજીતનું મોત નીપજ્યું હતું. જ્યારે બુદ્ધેવને ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે ખસેડાયો હતો. ઘટનાની જાણ થતાં સ્થળ ઉપર પહોંચી પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે ખસેડ્યો હતો.

(3:36 pm IST)