Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

ડાકોરમાં કૃષ્ણ જન્મોત્સવની આસ્થાભેર ઉજવણી :હજારો શ્રદ્ધાળુઓ ઉમટયા

મંદિર પરિસર નંદ ઘેર આનંદ ભયો. જન કનૈયાલાલ કી. ડાકોરમાં કોણ છે. રાજા રણછોડ છે'ના નાદથી ગુંજી ઉઠ્યું

 

ડાકોરના સુપ્રસિધ્ધ રણછોડરાયજી મંદિરમાં રાત્રે બાર વાગ્યે ભગવાનને પંચામૃત સ્નાન કરાવાયું હતું, ત્યારબાદ રણછોડરાયજીને ભવ્યાતિભવ્ય આભૂષણો, દર-દાગીના પહેરાવી અદ્ભુત સાજ શણગાર કરાયા હતા. ત્યારે મંદિર અને મંદિર પરિસરમાં ઉમટેલા લાખો શ્રધ્ધાળુઓ નંદ ઘેર આનંદ ભયો. જન કનૈયાલાલ કી. ડાકોરમાં કોણ છે. રાજા રણછોડ છે. જેવા  જયકાર સાથે ભકિતનારા લગાવ્યા હતા. બાળ ગોપાલને પારણામાં ઝુલાવીને પારણા ઉત્સવ કરવામાં આવી રહ્યો છે. યાત્રાધામ ડાકોરમાં હજારોની સંખ્યામાં ઉમટી પડ્યાં હતા. તો દૂર દૂરથી આવેલા અનેક શ્રદ્ધાળુઓએ ડાકોરમાં રાત્રે બાર વાગ્યે ભગવાનના જન્મોત્સવના દર્શનનો લાભ લીધો હતો.

(1:44 pm IST)