Gujarati News

Gujarati News

News of Monday, 4th September 2017

ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રમુખપદની ચૂંટણીમાં દાવેદારી કરતા બળવંત જાની

ડાયસ્પોરા, લોકસાહિત્ય, સંત સાહિત્યના સહયોગથી ઉમેદવારી નોંધાવી

રાજકોટ તા. ૪ : ગુજરાતી સાહિત્ય પરિષદનાં પ્રમુખ પદ માટેની ચુંટણી યોજાનાર છે ત્યારે ગુજરાતી સાહિત્ય પરિષદનાં પ્રમુખ પદની ચુંટણીમાં ડો. બળવંતભાઈ જાનીએ ઉમેદવારી નોંધાવી છે. પ્રાદેશિક, રાષ્ટ્રીય અને ડાયસ્પોરા સાહિત્યનાં સારશ્વતોનાં સહયોગથી ડો. બળવંત જાની ગુજરાતી સાહિત્ય પરિષદનાં પ્રમુખ પદનાં પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. પરિષદ પ્રમુખ તરીકે સિતાંશુ યશચંદ્ર સમક્ષ ચુંટણી લડવાની ઉમેદવારી નોંધાવી ડો. બળવંત જાનીએ સાહિત્ય ક્ષેત્રે વધુને વધુ સક્રિય બની ભાષા સેવા કરવાનું મન મક્કમ બનાવ્યું છે.

ડો. બળવંતભાઈ જાનીએ ગુજરાતી સાહિત્ય પરિષદનાં પ્રમુખ પદની ચુંટણીમાં બિપિન આશર, અંબાદાન રોહડિયા, જેઠાલાલ ચંદ્રવાડિયા વગેરેથી લઈ ભાષા ભવન અને ગાર્ડી રિસર્ચ ઈન્સી.નાં સભ્યો, પ્રાધ્યાપકો અને સાહિત્યપ્રેમીઓએ આનંદ વ્યકત કરી ડો. બળવંતભાઈ જાની જંગી બહુમતી સાથે ગુજરાતી સાહિત્ય પરિષદનાં પ્રમુખ પદને દીપાવે તેવી શુભકામનાઓ વ્યકત થઈ રહી છે.

 ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના અધ્યક્ષ તરીકે અને ઉત્ત્ર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકેની જવાબદારી તેમણે નિભાવી છે. આ દરમિયાન શ્રી બળવંતભાઈની અક્ષરની આરાધના ચાલુ જ્ રહી છે. તેમના લોકસાહિત્ય સંશોધનના સંખ્યાબંધ પ્રકાશનો પ્રગટ થયેલા છે. તેમણે મધ્યકાલીન સાહિત્યક્ષેત્રે સંશોધન વિવેચન અધ્યયન કરીને 'ભાલણના કાવ્યો', 'મધ્યકાલીન ગુજરાતી જ્ઞાનમાર્ગી કવિતા'ભાલણકૃત 'રામવિવાહ આખ્યાયન', 'મધ્યકાલીન ગુજરાતી ઊર્મિકાવ્યો'અને ભાલણની કાવ્યકૃતિઓ ભાગ-૧ થી ૩ જેવા પુસ્તકો આપ્યા છે.

(4:35 pm IST)