Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

સિક્યુરિટીગાર્ડ ની ઈમાનદારી : 8 મહિનાની નોકરીમાં મોંઘા ફોન, બેગ, રોકડ રૂપિયા સહિતની વસ્તુઓ મુળ માલિકને પરત કર્યા

અમદાવાદ એરપોર્ટ પર ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ દ્વારા ઇમાનદારીનું ઉસ્ક્રુષ્ઠ ઉદાહરણ પૂરું પડાયું

અમદાવાદ એરપોર્ટ પર ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ કે  જેણે પોતાની 8 મહિનાની નોકરીમાં અનેક પેસેન્જસોના મોંઘા ફોન, બેગ, રોકડ રૂપિયા સહિતની વસ્તુઓ મુળ માલિકને શોધીને પરત કરી છે.

અમદાવાદ એરપોર્ટ પર મનીશ જાદવ નામનો સિક્યુરિટી ગાર્ડ ફરજ બજાવે છે. તેણે પોતાની આઠ મહિનાની નોકરીમાં ઈમાનદારીના અનેક ઉદાહરણો પુરા પાડ્યાં છે.એક સિક્યુરિટી ગાર્ડ તરીકે પોતાની ફરજ પૂર્ણ રીતે નિભાવી છે. અમદાવાદ એરપોર્ટ પર દરરોજના હજારોની સંખ્યામાં પેસેન્જર આવતા જતા હોય છે.

કેટલાક પેસેન્જર ઉતાવળમાં એરપોર્ટ પર કે બહાર ટ્રોલીમાં પોતાની કોઈને કોઈ વસ્તુ ભૂલી જતાં હોય છે. મનીષ જાદવે પોતાની ફરજ દરમિયાન આ રીતે અનેક મોંઘા મોબાઈલ ફોન, બેગ અને રોકડ રકમ ભરેલી બેગ પરત કરી છે.

મનીષને 97 હજાર રોકડ ભરેલી એક બેગ મળી હતી ગત ડિસેમ્બર માસમાં મનીષને 97 હજાર રોકડ ભરેલી એક બેગ મળી હતી જે તેને પરત કરી હતી. ગઈકાલે મંગળવારે પણ તેને ટ્રાફિક કંટ્રોલ દરમિયાન ટ્રોલીમાં એક બેગ નજરે પડી હતી. જેથી પોતે ટ્રોલી લઈને જતા શખ્સને ઓળખી અને તેની પાસે જઈ બેગ પરત કરી હતી. એરપોર્ટ ઓથોરીટીએ વેરીફાઇ કરી બેગ પરત કરી હતી.

(12:48 am IST)