Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

ગુજરાત સરકાર માહિતી ખાતાની પરીક્ષાનું પરિણામ જાહેર : ઓનલાઈન જુઓ

માહિતી ખાતની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થઈ ગયું છે. વર્ગ-1 અને વર્ગ-2ની સંયુક્ત ભાગ-1 પ્રિલિમીનરી પરીક્ષા 27 જૂને યોજાઇ હતી. જેની આન્સર કી 29 જૂને જાહેર કરવામાં આવી હતી. આ પછી તેની ફાઇનલ આન્સર કી 21 જુલાઇએ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. એટલું જ નહીં, 23મી જુલાઇ ફરી એકવાર રિવાઇઝ ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવી હતી.

આ પછી ભરતી સમિતિએ રિવાઇઝ્ડ ફાઇનલ આન્સર કીને ધ્યાને લઈને કેટેગરી પ્રમાણે નીચે મુજબના કટ ઓફ માર્ક્સ ધરાવતા આ સાથેના પરિશિષ્ટ-અ-1માં દર્શાવેલા ઉમેદવારોને સંયુક્ત ભાગ-2, મુખ્ય પરીક્ષા માટે પાત્ર ઠરાવેલ છે.

 

(5:55 pm IST)