Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

સુરત મહાનગરપાલિકાએ શ્રાવણ મહિનાની પહેલાજ કરી જાહેરાત:દરેક સોમવારે રહેશે કતલખાના બંધ

સુરત:મહાનગર પાલિકાએ સુરત શહેરમાં આવેલા તમામ કતલખાના શ્રાવણ માસના તમામ સોમવારેબંધ રાખવાનો નિર્ણય કર્યો છે. શ્રાવણ માસના પાંચ સોમવારે કતલખાના ખુલ્લા રાખનાર કે માસ વેચનારા સામે પગલાં ભરવા માટેની ચેતવણી આપી છે. 

સુરત મહાનગર પાલિકાના માર્કેટ વિભાગ દ્વારા શ્રાવણ માસમાં પવિત્ર સોમવારે શહેરમાં જીવ હત્યા નહી થાય તેવો નિર્ણય  કર્યો છે. આગામી સપ્તાહમાં શ્રાવણ માસ  શરૂ થાય છે તેમાં પણ સોમવાર હિન્દુઓમાં ભારે આસ્થા હોય છે. આ દિવસોમાં લોકો નોનવેજનો ત્યાગ કરતાં હોય છે આ પહેલાં સુરત મ્યુનિ. વિસ્તારમાં પર્યુષણ પર્વ દરમિયાન કતલખાના બંધ રાખવામાં આવતા હતા. પરંતુ હવે શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે શહેરમાં ચાલતા કતલખાના બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. પાલિકાના માર્કેટ વિભાગે એક જાહેરાત કરી છેતેમાં શ્રાવણ માસના સોમવાર એટલે 9 ઓગષ્ટ, 18 ઓગષ્ટ, 23 ઓગષ્ટ અને 6 સપ્ટેમબરના રોજ પાલિકા સંચાલિત તમામ કતલખાના બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ધંધા સાથે સંકળાયેલા લોકોને સુચના આપી છે. જો આ નિયમોનો ભંગ કરવામાં આવશે તો તેની સામે કાયદાકીય પગલાં ભરવામાં આવશે તેમ જણાવ્યું  છે.

(5:46 pm IST)