Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

ખેડા જિલ્લામાં જુદી જુદી જગ્યાએ સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 6 શખ્સો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નડિયાદ : ખેડા જિલ્લામાં પાંચ અલગ અલગ જગ્યાઓ પર અકસ્માતોના બનાવો સર્જાયા હતા.જેમાં મહુધા તાલુકાના મહીસા કાકલીયા નગરી પાસે ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો.જ્યારે અમદાવાદ-ઇન્દોર હાઇવે પરના છીપડી પાટીયા પાસે,વડોદરા અમદાવાદ નેશનલ હાઇવે નં-૪૮ પર સંઘાણા પાસે,નડિયાદ-ડાકોર રોડ ઉપર આવેલ સલુણ ગામની સીમમાં અને નડિયાદ-કપડવંજ રોડ ઉપર આવેલ એસ.ટી વર્કશોપ પાસે અકસ્માત સર્જાયો હતો.પાંચેય અકસ્માતોના બનાવોમાં એક વ્યક્તિનુ મૃત્યુ નિપજયુ હતુ જ્યારે છ વ્યક્તિઓને શરીરે ઇજાઓ પહોચી હતી.

મહુધા તાલુકાના મહીસા કાકલીયા ચોહાણ ફળીયામાં રહેતા ઇશ્વરભાઇ ચૌહાણના માતા શારબાબેન નિઝામપુરા થી કાકલીયા આવવા નિકળ્યા હતા.તે સમયે એક છોટાહાથીના ચાલકે પોતાનુ છોટાહાથી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી શારદાબેનને અડફેટ મારી હતી.આ બનાવની જાણ આસપાસના સ્થાનિક લોકોને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.ધવાયેલ શારદાબેનને રીક્ષામાં સુવડાવી મહુધા સરકારી હોસ્પિટલ લાવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.આ બનાવ અંગે ઇશ્વરભાઇ ડાહ્યાભાઇ ચૌહાણે મહુધા પોલીસ મથકે છોટાહાથીના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.

(5:38 pm IST)