Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

‘વિના સહકાર નહીં ઉદ્ધાર’ના ધ્યેય મંત્ર સાથે ગુજરાતમાં સહકારી ક્ષેત્રે વિકાસની નવતર કેડી કંડારીઃ કેન્દ્ર અને રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ થકી સહાય આપવા કટીબદ્ધ

સહકારી પ્રવૃત્તિના વિકાસ માટેના સાનુકૂળ વાતાવરણના કારણે જ રાજ્યમાં ૩૮ હજાર કરતા વધુ ખેતી વિષયક, ૪૨ હજાર કરતા વધુ બિન ખેતી વિષયક સહકારી મંડળીઓ તથા ૧૯ રાજ્ય અને મધ્યસ્થ સહકારી બેન્કો કાર્યરત

રાજકોટઃ વિના સહકાર નહીં ઉદ્ધારઆવા ધ્યેય મંત્ર સાથે રાજ્યમાં અનેક સહકારી સંસ્થાઓ કાર્ય કરી રહી છે. દૂધ મંડળીઓ, ખેત ઉત્પાદન બજાર સંઘ, ધિરાણ મંડળીઓ વગેરે ગુજરાતના સહકાર ક્ષેત્રને આગવી ઓળખ આપી છે. આજે ગુજરાતની અમુલ, સૂમૂલ ડેરી, .પી.એમ.સી., સહકારી બેંકો સહકાર ક્ષેત્રે સમગ્ર દેશનું નેતૃત્વ કરી રહી છે. સહકારી પ્રવૃતિના અતિ મહત્ત્વને ધ્યાને લઈને તેના વધુ વિકાસ માટે ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં સહકાર મંત્રાલયની રચના કરવામાં આવી છે. સહકારી સંસ્થાઓ સહકારના સાત સિદ્ધાંતો અનુસાર લોકશાહી ઢબે, નહિ નફો નહિ નુકસાનના ધોરણે, પોતાના સભાસદોના વિકાસ સાથે સમાજ પરત્વે પોતાનું ઉત્તરદાયિત્વ અદા કરે છે. સહકારી સંસ્થાઓએ રાજ્યમાં આર્થિક ઉપાર્જનમાં તો મહત્ત્વનું યોગદાન આપેલું છે, સાથે - સાથે રાજ્યમાં સામાજિક સમરસતાની ભાવના ફેલાવવાનું પણ અગત્યનું કાર્ય કર્યું છે. સહકારી પ્રવૃત્તિના વિકાસ માટેના સાનુકૂળ વાતાવરણના કારણે રાજ્યમાં 38 હજાર કરતાં વધુ ખેતી વિષયક, 42 હજાર કરતા વધુ બિન ખેતી વિષયક સહકારી મંડળીઓ તથા 19 રાજ્ય અને મધ્યસ્થ સહકારી બેન્કો કાર્યરત છે. રાજ્યમાં સહકારી પ્રવૃત્તિ વધુ મજબૂત બને અને સહકારી પ્રવૃતિ સાથે જોડાયેલા સભાસદો આર્થિક રીતે વધુ સક્ષમ બને તે માટે રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ થકી સહાય આપવા કટિબદ્ધ છે.

>             રાજ્યના કુલ ૪૬.૬૦ લાખ ખેડૂત ખાતેદાર પૈકી ૨૭.૬૭ લાખ ખેડૂત સભાસદોને ત્રિસ્તરીય સહકારી માળખા દ્વારા આવરી લેવામાં આવ્યા છે.

>             ખેડૂતોને વ્યાજનું ભારણ ઓછું થાય અને તેનાથી ઉત્પાદન ખર્ચ ઓછું થાય માટે રાજ્ય સરકારે સમયસર પાક ધિરાણ ભરતા ખેડૂતો માટે ઝીરો ટકા વ્યાજની પાક ધિરાણ યોજના અમલી બનાવી છે, જેના માટે રૂ.૧૦૦૦ કરોડની જોગવાઈ મંજૂર થઈ છે.

>             વર્ષ-૨૦૨૧-૨૨ માટે તાલુકા/જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘોના વિવિધ પ્રોજેક્ટ માટે ૫૦% કેપિટલ સહાયની યોજના હેઠળ રૂ. કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

>             કિસાન કલ્પવૃક્ષ યોજના હેઠળ રાજ્યની બજાર સમિતિઓમાં માળખાગત સુવિધાઓ ઊભી થાય તે માટે રૂ.૨૦ કરોડની જોગવાઈ.

>             બજાર સમિતિઓમાં મોટા કદનાં વેરહાઉસ ગોડાઉન બનાવવા સહાય આપવાની યોજના અંતર્ગત રૂ.૧૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

>             ખેડૂતો ગ્રાહકોને સીધો માલ વેચી શકે જેથી તેઓને સારા ભાવ મળી રહે અને ગ્રાહકોને પણ વાજબી ભાવે ખેતપેદાશ મળી રહે તે માટેઅપની મંડીયોજના અંતર્ગત જરૂરી બજાર ઊભું કરવા રૂ. 50 લાખ અપાશે.

>             રાજ્યની પ્રગતીશીલ સરકાર દ્વારા રાજ્યમાં ખેત પેદાશોના સંગ્રહ માટે ગોડાઉનો ઊભાં કરવા સહાય આપવાની વિવિધ યોજનાઓ અમલમાં છે.

>             યોજના અંતર્ગત પ્રાથમિક ખેતી વિષયક સહકારી મંડળીઓને ૭૩% સુધીની સહાય આપવામાં આવે છે.

>             યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ ૧૨૧૭ ગોડાઉન દ્વારા કુલ .૭૩ લાખ મેટ્રિક ટનની સંગ્રહશક્તિ ઊભી થઈ છે.

>             વ્યક્તિગત ખેડૂતો, ખેતી વિષયક સહકારી મંડળીઓને ૧૦૦ થી ૫૦૦ મેટ્રિક ટનનાં ગોડાઉન બનાવવા પ્રોજેકટ કોસ્ટના ૨૫% સહાય આપવામાં આવે છે.

>             યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ૨૩૭૮ ગોડાઉન થકી ,૨૭,૮૮૯ મેટ્રિક ટન સંગ્રહશક્તિ ઊભી થઈ છે.

>             લાભાર્થીઓને અત્યાર સુધીમાં રૂ. ૨૯ કરોડની સહાય યોજના અંતર્ગત ચૂકવવામાં આવી છે.

>             ખરીદવેચાણ અને સંગ્રહવ્યવસ્થા યોજના હેઠળ રૂ.૭૮ કરોડની જોગવાઈ.

>             રાજ્યની ૧૨૨ બજાર સમિતિઓને -નામ સાથે જોડવામાં આવી છે.

>             ગુજરાત રાજ્યમાં દૈનિક દૂધ એકત્રીકરણ ૨૧૫ લાખ લિટર પ્રતિદિન સુધી પહોચ્યું છે.

>             રાજ્યમાં સભાસદોને દૈનિક રૂ. ૯૦ થી ૧૦૦ કરોડ પ્રતિદિન દૂધની કિંમત ચૂકવવામાં આવી રહી છે.

>             રાજ્યની દૂધ સહકારી મંડળીઓ દ્વારા લૉકડાઉનના સમય દરમ્યાન પણ મંડળી સભાસદોનું ૧૭૭ લાખ લિટર તેમજ બિનસભાસદ પશુપાલકોનું દૈનિક ૧૫ લાખ લિટર દૂધ સંપાદન કરવામાં આવ્યું હતું.

>             રાજ્ય સરકાર દ્વારા લૉકડાઉન દરમ્યાન નાના વેપારીઓ, મધ્યમ વર્ગની વ્યક્તિઓ, વ્યક્તિગત કારીગરો તથા શ્રમિકો માટે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે.

>             યોજના અંતર્ગત ગુજરાત રાજ્ય સહકારી બેન્ક, જિલ્લા સહકારી બેન્કો, મલ્ટિસ્ટેટ કો. . બેન્કો, નાગરિક સહકારી બેન્કો, ક્રેડિટ કો.. સોસાયટીઓ, ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળીઓ મારફત % ના દરે લાભાર્થીઓને વર્ષની મુદ્દત માટે રૂ. લાખ સુધીની રકમનું બિનતારણ ધિરાણ પૂરું પાડવામાં આવ્યું છે.

>             લૉકડાઉન દરમ્યાન નાના વેપારીઓ, મધ્યમ વર્ગની વ્યક્તિઓ, વ્યક્તિગત કારીગરો તથા શ્રમિકો માટે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના- અમલી.

>             રાજ્યનો સહકારી ખાંડ ઉદ્યોગ ભારત સરકાર દ્વારા શેરડીના પ્રતિ મેટ્રિક ટનના જાહેર કરવામાં આવતા એફ.આર.પી. (ફેર એન્ રેમ્યુનરેટિવ પ્રાઇઝ) ભાવ કરતાં પણ સારા ભાવો આપે છે.

>             રાજ્યના સહકારી ખાંડ ઉદ્યોગને રક્ષણ મળી રહે તે હેતુથી વર્ષ ૨૦૨૧-૨૨માં જુદી જુદી યોજનાઓ હેઠળ રૂ. ૨૫.૪૧ કરોડની જોગવાઈ.

>             શેરડી પિલાણ સીઝન ૨૦૧૮-૧૯ ના શેરડી પેમેન્ માટે ખાંડ મિલોએ લીધેલી સોફ્ટલોન સામે, ભારત સરકારે એક વર્ષ માટે % ની વ્યાજ રાહત માટેની યોજના અમલમાં મૂકી છે.

>             વર્ષ ૨૦૨૧-૨૨ માટે યોજના હેઠળ ખાંડ સહકારી મંડળીઓને વ્યાજ સહાયની ચુકવણી કરવા માટે રૂ. ૨૩ કરોડની જોગવાઈ.

>             ખેતી વિષયક સહકારી મંડળીની સંખ્યામાં છેલ્લાં પાંચ વર્ષમાં 3500થી વધુનો વધારો.

>             બિનખેતી વિષયક સહકારી મંડળીની સંખ્યામાં છેલ્લા પાંચ વર્ષમાં 3100થી વધુનો વધારો.

>             છેલ્લા પાંચ વર્ષમાં ખેતી વિષયક મંડળીઓના લોન ધીરાણમાં રૂ.79000 લાખનો વધારો.

>             છેલ્લા પાંચ વર્ષમાં બિન ખેતી વિષયક મંડળીઓના લોન ધિરાણમાં રૂ.39500 લાખનો વધારો.

>             છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય અને મધ્યસ્થ સહકારી બેંકો દ્વારા લોન ધિરાણમાં રૂ.905000 લાખનો વધારો.

પંચાયત

>             પંચાયતીરાજ વ્યવસ્થાના સુદ્રઢીકરણ માટે અને ગ્રામીણ સ્તરે ખૂટતી સુવિધાઓ પૂરી પાડવા માટે લોકભાગીદારી થકી વિકાસ કરવાની નેમ સાથેમાદરે વતન યોજનાઅમલી બનાવાઈ છે.

>             ૧૪માં નાણાપંચ અંતર્ગત છેલ્લાં પાંચ વર્ષમાં રૂ.૮૧૩૨.૨૦ કરોડની ગ્રાન્ટની ફાળવણી સીધી ગ્રામ પંચાયતોને કરી વિકાસની ચિંતા કેન્દ્ર અને રાજ્ય સરકારે કરી છે.

>             વર્ષ ૨૦૨૦-૨૧થી શરૂ થયેલું ૧૫મું નાણાપંચ વર્ષ ૨૦૨૫-૨૬ સુધી અમલમાં રહેશે.

>             વર્ષ ૨૦૨૦-૨૧માં રાજ્યમાં મળવાપાત્ર ગ્રાન્ટનો ઉપયોગ ૫૦ ટકા ટાઇડ ગ્રાન્ટ અને ૫૦ ટકા અનટાઇડ (બેઝિક) મુજબ ઉપયોગ કરવાનો રહેશે.

>             જ્યારે વર્ષ ૨૦૨૧-૨૨થી ૨૦૨૫-૨૬ સુધી મળનાર ગ્રાન્ટનો ઉપયોગ ૬૦ ટકા ટાઇડ અને ૪૦ ટકા અનટાઇડ (બેઝિક) કરવાનો રહેશે.

>             ૧૫માં નાણાપંચ હેઠળ મળનાર ગ્રાન્ટમાંથી ૭૦ ટકા ગ્રાન્ટ ગ્રામ પંચાયતોને, ૨૦ ટકા ગ્રાન્ટ તાલુકા પંચાયતોને અને ૧૦ ટકા ગ્રાન્ટ જિલ્લા પંચાયતોને ફાળવવામાં આવશે.

>             ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા દ્વારા રસ્તા, પીવાનું પાણી અને ગટર વ્યવસ્થા, આરોગ્ય અને શિક્ષણની પ્રાથમિક વ્યવસ્થા તેમજ સ્ટ્રીટ લાઇટની સુવિધા ઊભી કરવા ૧૫મા નાણાપંચ અંતર્ગત રૂ.૨૩૮૫ કરોડની જોગવાઇ.

>             માદરે વતન યોજના હેઠળ જ્યારે કોઈ દાતા પોતાના ગામમાં શાળા, શાળાના રૂમ, સ્માર્ટ ક્લાસ, આંગણવાડી, હોસ્પિટલ, રસ્તા, પીવાના પાણીની સુવિધા, ગામ તળાવ, ગટર વ્યવસ્થા, સામૂહિક શૌચાલય, લાઇબ્રેરી, કોમ્યુનિટી હોલ, સ્મશાન વગેરે જેવી સુવિધાઓ વિકસાવવા માંગતા હોય તો તેમના દ્વારા આપવામાં આવતી દાનની રકમ જેટલી મેચિંગ રકમ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે જે માટે રૂ.૧૦૦ કરોડની જોગવાઈ કરી છે.

>             ગ્રામ પંચાયતો સફાઈ અંગે જાગૃત બને તે માટે ગ્રામ પંચાયતના સફાઈ કરની વસૂલાતના આધારે પ્રોત્સાહક ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે.

>             મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન હેઠળ ગામડાઓમાં ડોર ટુ ડોર ઘન કચરાનું એકત્રીકરણ કરવા માટે રાજ્યનાં તમામ ગામોને આવરી લઇ વ્યક્તિ દીઠ માસિક રૂ. ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૧-૨૨માં ગ્રામ પંચાયતોને વ્યક્તિદીઠ માસિક રૂ. ને બદલે રૂ. આપવાનો નિર્ણય કરીને રૂ.૧૭૫.૨૦ કરોડની જોગવાઇ કરવામાં આવી.

>             નવીન પંચાયત ઘર કમ તલાટી આવાસ યોજના ગામડા માટે ખૂબ આશીર્વાદરૂપ યોજના છે. અત્યાર સુધીમાં કુલ ૩૨૩૪ નવીન ગ્રામ પંચાયત ઘર મંજૂર કરવામાં આવેલ જે પૈકી ૧૨૨ નવીન ગ્રામ પંચાયત ઘરને વર્ષ ૨૦૨૦-૨૧માં મંજૂરી આપવામાં આવી છે.

>             બનેલી ગ્રામ પંચાયત કચેરીના મકાન પર તબક્કાવાર સોલાર રૂફટોપ સિસ્ટિમ લગાવવા માટે રૂ. કરોડની નવી બાબત મંજૂર કરી છે.

>             જિલ્લા પંચાયતોમાં રેકર્ડની વ્યવસ્થિત જાણવણી માટે કોમ્પ્યુટર સાથેનો રેકર્ડ રૂમ બનાવવા માટે રૂ.૧૦ કરોડની જોગવાઇ. તથા નવીન બનેલ જિલ્લા/તાલુકા પંચાયત કચેરીના મકાન પર તબક્કાવાર સોલાર રૂફટોપ સિસ્ટિમ લગાવવા માટે રૂ. કરોડની નવી બાબત મંજૂર કરી છે.

>             -ગ્રામ વિશ્વગ્રામ યોજના અંતર્ગત રાજ્યના ૧૪૧૭૯ -ગ્રામ સેન્ટર ખાતેથી -સેવાઓનું વિસ્તરણ કરવામાં આવ્યું છે.

>             તમામ જિલ્લા અને તાલુકા પંચાયતો ખાતે વીડિયો કોન્ફરન્સની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

>             સાયન્સ અને ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા શરૂ થયેલ ડિજિટલ સેવા સેતુ હેઠળ વિવિધ વિભાગની ૫૫ સેવાઓનો લાભ -ગ્રામ સેન્ટર દ્વારા ગામ લોકો સુધી પહોંચાડવામાં આવે છે

>             વાદ નહીં, વિવાદ નહીં, પરંતુ સંવાદ દ્વારા સર્વ સંમતિથી (બિનહરીફ) ચૂંટાયેલ ગ્રામ પંચાયતને પ્રોત્સાહક રકમ આપવાની યોજના એટલે સમરસ યોજના જેના થકી, અત્યાર સુધીમાં કુલ-૧૩,૪૭૧ ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ છે તે પૈકી ૬૫૨ ગ્રામ પંચાયતો મહિલા સમરસ જાહેર કરીને રૂ..૨૪૬ કરોડની પ્રોત્સાહક રકમ આપવામાં આવી છે.

>             ગ્રામ પંચાયતોને જરૂરી કમ્પ્યૂટર વ્યવસ્થા અને હાઇ-સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડવા રૂ.૯૦ કરોડની જોગવાઇ.

>             નવીન બનેલ ગ્રામ પંચાયત/તાલુકા પંચાયત/જિલ્લા પંચાયતના મકાનો પર સોલાર રૂફ ટોપ માટે રૂ.૧૦ કરોડની જોગવાઇ.•

હર્ષદ રૂપાપરા

(4:56 pm IST)