Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

ઈન્ટરનેટનો ઉપયોગ વધ્યો તો સાઈબર ક્રાઈમનો ગ્રાફ પણ વધ્યો

સાત મહિનામાં ૩.૦૬ કરોડની છેતરપિંડી

સૂરત, તા.૪: ઈન્ટરનેટ આમ તો જિંદગીનો મહત્વનો ભાગ બની ગયું છે. પરંતુ કોરોના મહામારીમાં વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઇન અભ્યાસથી લઇ બેન્કિંગ ટ્રાન્ઝેકશન તથા બિઝનેશના કારણે ડીઝીટલ પ્લેટફોર્મનો ભરપૂર ઉપયોગ વધ્યો છે. એવામાં સાઇબર ક્રાઇમમાં પણ જબરદસ્ત ઉછાળો આવ્યો છે. કોરોના પહેલા સમગ્ર વર્ષમાં સાઇબર ક્રાઇમનો આંકડો ૨૦૦થી પણ ઓછો રહેતો હતો. ત્યાં જ આ વર્ષની શરૂઆતના સાત મહિનામાં જ આ આંકડો ૨૦૦ને પાર થઇ ચુક્યો છે. પોલીસનો સાઇબર ક્રાઇમ વિભાગ આ કેસને સોલ્વ કરવામાં પડી છે.

સાત મહિનામાં સાઇબર ક્રાઇમમાં સંડોવાયેલી મોટી ગેંગનો પર્દાફાશ કરવામાં પણ પોલીસ સફળ રહી છે. આ દરમિયાન નાઈજિરિયન, ગેંગ હોસ્પિટલોના નામથી ફ્રોડ કરનારી ગેંગ, દેશભરમાં આરબીએલ બેન્કના ક્રેડિટ કાર્ડના નામે ચૂનો લગાડનારી ગેંગ, ગુરૂકુળ  સંસ્થના નામે છેતરતી ગેંગ, ચીની એપથી લોકોને ઠગનારી ગેંગને પોલીસે પકડી પાડી છે.

આમ વધ્યા આંકડા

સાઇબર સેલ પાસેથી મળેલા આંકડા પર નજર કરીએ તો શહેરમાં સાઇબર ક્રાઇમના આંકડા હવે ઝડપથી વધી રહ્યા છે. ખાસ કરીને વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઇન અભ્યાસના કારણે

વર્ષ ૨૦૧૮માં  ૧૫૮ કેસ,        વર્ષ ૨૦૧૯માં  ૨૩૮ કેસ, વર્ષ ૨૦૨૦મા  ૨૦૪ કેસ,         વર્ષ ૨૦૨૧માં  ૨૦૩ કેસ  ( પહેલા ૭ મહિનામાં)

સાત મહિનામાં ૧૩૪ કરોડ પરત અપાવ્યા

સાઇબર સેલ પ્રમાણે વર્ષ ૨૦૨૧માં પ્રથમ સાત મહિનામાં ૩.૦૬ કરોડનો ઓનલાઇન ફ્રોડ થયો છે. જયારે તેમાંથી ૧૩૪ કરોડ ફ્રીઝ કરવામાં અથવાતો પીડિતોને પરત આવવામાં પોલીસ સફળ રહી છે.

(3:18 pm IST)