Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

માંડણ ગામના વળાંકમા પુરપાટ જઇ રહેલી ટ્રકે સ્ટિયરિંગનો કાબુ ગુમાવતા પલટી ખાતા ચાલકને ઇજા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના માંડણ ગામના વળાંકમા પુર ઝડપે જઇ રહેલી એક ટ્રક પલટી ખાતા ચાલકને ઇજાઓ થઈ છે.
  પ્રાપ્ત વિગતો અનુસાર તા.01 જુલાઈના બપોરે 2.00 વાગે સતીષ પીરાજી સૈંદાણે( રહે- સી,૧૮૦ વૈભવ પાર્ક તા- અંકલેશ્વર જી-ભરુચ ) પોતાના કબજાની અશોક લેલન ટ્રક નં-GJ.02.ZZ.4274 પુર ઝડપે હંકારી લાવતા અચાનક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ટ્રકને રોડની સાઈડે પલટી ખવડાવી પોતાને માથાના ભાગે તથા શરીરે ઈજાઓ કરી ગુનો કરતા રાજપીપળા પોલીસે ચાલક સામે કાયદેસર કાર્યવાહી કરી છે.

(11:33 pm IST)