Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

બે દિનમાં ૫૩૦ લોકોએ પોતાના કાર્ડ પોલીસ પાસે ઘસાવ્યા

અમદાવાદીઓ હવે બહાના નહિ બતાવી શકે : અમદાવાદીઓ પાસેથી ૨ લાખ ૮૦ હજારનો દંડ મશીન મારફતે વસૂલાયો, ૫૩૦ લોકોએ નિયમનોે ભંગ કર્યો હતો

 

અમદાવાદ, તા. : ટ્રાફિક વ્યવસ્થા કોઈ પણ શહેરની આન બાન શાન અને ઓળખ હોય છે. ત્યારે અમદાવાદમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને લોકો દંડ ભરે તેના માટે થઈને ટ્રાફિક પોલીસ અનેક વખત નવતર પ્રયોગો કરી ચૂકી છે. જેમાં પી..એસ મશીન પણ એક છે. જેના દ્વારા અમદાવાદીઓ હવે દંડ ભરવા માટે રોકડા રૂપિયા નથી તેવા બહાના નહિ બતાવી શકે.

અમદાવાદીઓ ટ્રાફિકની વ્યવસ્થાને લઈને હજી સુધી જાગૃત નથી થયા. જેના કારણે શહેરીજનોના ખિસ્સામાંથી લાખો અને કરોડો રૂપિયાનો દંડ ચૂકવાઈ રહ્યો છે અને આજ દંડની ચૂકવણીને લઈને વાહન ચાલકો સ્થળ પર રોકડ રકમ આપવાના લઈને અનેક વખત ટ્રાફિક પોલીસ કર્મીઓ સાથે તકરાર કરતા હોય છે. આવાઅનેક કિસ્સાઓ  સામે આવ્યા છે.

ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસે શહેરના અલગ અલગ ટ્રાફિકના પોલીસ સ્ટેશનમાં આવતા અલગ અલગ ૧૨૦ જેટલા પોઇન્ટ ઉપર હાજર ટ્રાફિક કર્મીઓને પીઓએસ મશીન આપવામાં આવ્યા છે. જેના દ્વારા ડિજીટલ પૅમેન્ટ થકી દંડ વસૂલી રહ્યા છે. પીઓએસ મશીન શરૂ થયાને હજી તો બે દિવસ થયા છે. ત્યાં બે દિવસમાં ૫૩૦ અમદાવાદીઓ પાસેથી લાખ ૮૦ હજારનો દંડ પીઓએસ મશીન મારફતે વસૂલાયો છે.

૫૩૦ લોકો એવા છે, જેમણે ટ્રાફિક નિયોમો ભંગ કર્યા હતા અને જેમની પાસે રોકડ રકમ હતી અને બહાનું ના ચલતા અંતે તેને કાર્ડ મારફતે પેમેન્ટ કરવાનો વારો આવ્યો હતો. ટ્રાફિક વિભાગનો નવતર પ્રયોગ કેટલો ફાયડકારક નીવડે છે તે તો આવનારો સમય બતાવશે. પણ અત્યાર સુધી વાહન ચાલકોની રોકડ રકમ સ્વરૂપેનો દંડ ભરતી વખતે બહાના બાજી ચાલતી હતી, તે હવે નહિ ચાલે. રોકડ રકમ વાહન ચાલક પાસે નહિ હોય તો કાર્ડ મારફતે પણ પોલીસે તમારી પાસેથી દંડ વસૂલશે.

(9:44 pm IST)