Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

મહિલા ઉપર દુષ્કર્મ કેસમાં ડોક્ટરના જામીન ફગાવાયા

ડો. કનુ પટેલની જામીન અરજી કોર્ટે ફગાવી : આરોપીને જામીન પર મુકત કરાશે તો પુરાવા સાથે ચેડાં થવાની શકયતાઓ નકારી શકાય નહીં : સરકારી વકીલ

અમદાવાદ,તા. : મહિલાને માનસિક રોગની સારવાર આપવાનું કહીને દુ્ષ્કર્મ આચરનાર ઓથોપેડીક ડોકટર કનુભાઈ જોઈતારામ પટેલની જામીન અરજી સેશન્સ જજ વી..રાણાએ ફગાવી દીધી છે. કોર્ટે નોંધ્યુ છે કે, ઓર્થોપેડીક ડોકટર હોવા છતાં માનસિક રોગની સારવાર સસ્તામાં કરી આપવાનું ફરિયાદીને પ્રલોભન આપીને દુષ્કર્મ આચર્યુ હોવાનો આક્ષેપ છે, આરોપી એક ડોકટર હોય તેમની ઉપર આંધળો વિશ્વાસ મુકતા ગંભીર પ્રકારનો ગુનો આચર્યો છે.. હાલમાં ગુનાની તપાસ ચાલુ છે ત્યારે જો જામીન પર મુકત કરવામાં આવે તો પુરાવા સાથે ચેડાં થવાની શકયતા નકારી શકાય નહીં.. કેસની વિગત એવી છે કે ફરિયાદીને નરોડા ગેલેકસી સીનેમાની સામે આવેલ હોટલ આસોપાલમાં આરોપી ડોકટર કનુભાઈ પટેલ લઈ જઈને દુષ્કર્મ આચર્યુ હતુ.

          મહિલા પોલીસમાં ગુનો નોંધતા પોલીસે આરોપી કનુભાઈ પટેલની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યા હતા. દરમ્યાનમાં આરોપીએ જામીન અરજી કરીને કોર્ટને જણાવ્યુ હતુ કે રાજકીય વગ વાપરીને ખોટી ફરિયાદ કરવામાં આવી છે ડોકટર છુ નાસી ભાગી જઈશ નહીં જેથી જામીન આપવા જોઈએ. મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે કોર્ટને જણાવ્યુ હતુ કે, આરોપી ડોકટરે ખોટુ ઓળખ કાર્ડ રજૂ કરતા તપાસનીશ અધિકારીએ ઈપીકોડની કલમ ૪૬૮નો ઉમેરો કર્યો છે. આરોપીએ ડોકટર હોવા છતા ફરિયાદીની મરજી વિરુધ્ધ દુષ્કર્મ આચર્યુ છે, આરોપી સામે હાલ તપાસ ચાલુ છે. આરોપીએ ખોટા ઓળખ કાર્ડ બનાવીને હોટલમાં રજૂ કર્યા હતા. જે પોલીસે પુરાવા તરીકે કબજે લીધા છે.જેથી જામીન અરજી ફગાવી જોઈએ. ત્યારબાદ કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે.

(10:38 pm IST)