Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

હાઇકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝા સિનિયરપદ પાછું મેળવાવા સુપ્રીમ કોર્ટની શરણે

વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી : હાઇકોર્ટ બાર એસોસિએેશનના પ્રમુખ યતીન ઓઝાએ સિનિયર વકીલ પદ પરત ખેંચવાના નિર્ણયને સુપ્રીમમાં પડકાર્યો

અમદાવાદ,તા. : ગુજરાત હાઈકોર્ટની રજીસ્ટ્રી વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ગુજરાત હાઈકોર્ટ હાઈપાવર કમિટીના આધારે હાઇકોર્ટ ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝાનું વકીલ તરફે સિનિયર પદ ખેંચી લેતાં તેમણે મુદ્દે સ્ટે મેળવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. મામલે વધુ સુનાવણી આવતીકાલે હાથ ધરવામાં આવશે.ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિએેશનના પ્રમુખ યટીન ઓઝાએ ગુજરાત હાઇકોર્ટના તેમના સિનિયર વકીલ તરીકેના પદને પરત ખેંચવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. હાઈકોર્ટે યતીન ઓઝાના વર્તનની ગંભીર નોંધ લેતા કહ્યું કે માત્ર માફી પત્રથી કામ ચલાવી લેવાશે નહી. તેમની શિક્ષાત્મક પગલાં લેવાની જરૂર છે અને તેને આધાર રાખીને ૩૨ વર્ષથી વધુ વકીલાતનો અનુભવ ધરાવતા યતીન ઓઝાનું સિનિયર પદ પરત ખેંચી લેવામાં આવ્યું છે.સુપ્રીમ કોર્ટમાં યતીન ઓઝા તરફે દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે તેમણે જે ટિપ્પણી કરી છે ન્યાયપાલિકા કે ન્યાયાધીશ વિરુદ્ધ નહીં પરંતુ રજીસ્ટ્રીની કામગીરી અને તેમાં થતાં ભ્રષ્ટાચાર વિશે કરી છે. નોંધનીય છે કે અંગે યતીન ઓઝાએ પાંચમી જૂનના રોજ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં રજીસ્ટરની કામગીરી પર ગંભીર આક્ષેપ લગાવ્યાં હતાં.

        યતીન ઓઝાના આક્ષેપો બાદ ગુજરાત હાઇકોર્ટની કમિટીએ અંગેની તપાસ કરાવી હતી જેમાં તેમના તમામ આક્ષેપો પાયાવિહોણા સાબિત થયાં હતાં. ત્યાર બાદ ગુજરાત હાઇકોર્ટે તેમની સામે સુઓમોટો કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરી હતી જેના પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપવાનો ફગાવી દીધું હતું.યતીન ઓઝાએ પાંચમી જૂનના રોજ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કેસની લિસ્ટિંગ મુદ્દે આક્ષેપ કર્યો હતો કે ફેવરેટિઝમ અને ભ્રષ્ટાચારથી મેટર લિસ્ટ કરવામાં આવે છે.

(10:36 pm IST)