Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

અમદાવાદ:સરખેજમાં પુરપાટ ઝડપે જતું એક્ટિવા આખલા સાથે અથડાતા ચાલકનું ગંભીર ઇજાથી મૃત્યુ

અમદાવાદ: સરખેજમાં રહેતો અને કડિયાકામ કરતો યુવક તેના શેઠ મનીષભાઈ પ્રજાપતી સાથે એક્ટીવા પર સરખેજ ધોળકા રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન પુરઝડપે એક્ટીવા ચલાવી રહેલા મનીષભાઈએ રસ્તામાં ઉભેલા આખલા સાથે એક્ટીવા ટકરાવતા બન્ને નીચે પટકાયા હતા. જેમાં ગંભીર ઈજાને કારણે મનીશભાઈનું મોત નીપજ્યું હતું.

          બનાવની વિગત મુજબ સરખેજમાં ધોળકા રોડ પર રહેતો અને કડીયાકામ કરતો ગોવિંદ તેજસિંગ રાવત (૨૩) મનીષભાઈ પાસે કામ કરે છે. મનીષભાઈનું કામ છેલ્લા એક મહિનાથી રાસમ ગામ ખાતે ચાલી રહ્યું છે. ઓગસ્ટના રોજ સવારે ગોવિંદ રાવત મનીષભાઈના એક્ટીવા પર બેસીને રાસમ ગામ ખાતે જઈ રહ્યા હતા

(5:54 pm IST)