Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

રાજપીપળા શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા સતત ઝઝૂમતા PSI પાઠકના હાથે ૨૦૦ જેવી બહેનોએ રક્ષા બાંધી બહુમાન કર્યું

લાલ ટાવર પાસે આવેલા પ્રગતિ મહિલા મંડળ ની બહેનો સહિત,આશાપુરી વિસ્તારની બહેનો એ પાદરિયા જ્ઞાતિની વાડીમાં પણ પીએસઆઇ પાઠકના હાથે રાખડી બાંધી તેમની કામગીરી બિરદાવી

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : કોરોનાના હાઉ વચ્ચે રાજપીપળા શહેર માં રક્ષાબંધનનો પર્વ ખૂબ સાદગીથી ઉજવાયો,કોરોના જેવી મહામારી માં પણ નર્મદા પોલીસ માં ફરજ બજાવતા PSI કે.કે.પાઠક કે જે નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહની સૂચના મુજબ લોકોને કોરોનાના સંક્રમણથી બચાવવા સતત પેટ્રોલિંગ કરી રેડ જોન સહિતના વિસ્તારોમાં વગર કામે ફરતા લોકોને અટકાવી શહેરમાં કોરોનાના કેસ ન વધે એ માટે હંમેશા પ્રયત્નશીલ રહી ક્યારેક કાયદેસર કાર્યવાહી પણ કરતા ન ખચકાતા અને પોતાના સ્વાસ્થ્ય ની પણ ચિંતા ન કરી બુલેટ પર સતત પોતાની ફરજના ભાગરૂપે પેટ્રોલિંગ કરી કાયદાનું પાલન કરતા PSI પાઠકની ઉમદા કામગીરી બાબતે તેમને અગાઉ પણ અનેક સન્માન મળી ચુક્યા હોય ત્યારે હાલ રક્ષાબંધન ટાણે પણ રાજપીપળામાં અલગ અલગ વિસ્તાર ની બહેનોએ રક્ષા બાંધી તેમનું બહુમાન કર્યું હતું જેમાં લાલ ટાવર પાસેની પ્રગતિ મહિલા મંડળના જ્યોતિબેન સથવારા અને કલાસની બહેનો આશાપુરી મંદિર પાસેની બહેનો પાદરિયા જ્ઞાતિની વાડી સહિત શહેરી ની ૨૦૦ જેવી બહેનોએ તેમના હાથે રાખડી બાંધી કોરોના વાયરસ વચ્ચેની તેમના સતત અને લોક ઉપયોગી સેવાકાર્યને બિરદાવ્યું હતું.

(5:13 pm IST)