Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

સરકાર આદિજાતિ સહિત દરેક સમાજના વિકાસ માટે કટીબદ્ધ : વિજયભાઇ

આદિજાતિ સલાહકાર પરિષદની બેઠકમાં મુખ્યમંત્રીની સ્પષ્ટ વાત

ગાંધીનગર, તા. ૪ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને આજે નર્મદા હોલ ગાંધીનગર ખાતે ગુજરાત આદિજાતિ સલાહકાર પરિષદની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું હતું ઙ્ગકે, રાજય સરકાર દરેક સમાજની સાથેસાથે આદિજાતિ સમાજ અને આદિજાતિ વિસ્તારના વિકાસ માટે સંપૂર્ણ ઙ્ગકટિબદ્ઘ છે. આદિજાતિ વિકાસના સર્વાંગી ઉત્થાન માટે આ વિકાસ પરિષદની રચના કરવામાં આવી છે.ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષથી દરેક જિલ્લામાં મેડિકલ કોલેજમાં બનાવવાનું નક્કી કરાયું છે જે અંતર્ગત આદિજાતિ જિલ્લામાં પણ મેડિકલ કોલેજ તૈયાર થશે જેમાં આદિજાતિના છાત્રો ડોકટર બનીને ત્યાં જ સેવાઓ આપશે તેવી વ્યવસ્થા કરાશે. નજીકના સમયમાં વધુ ત્રણ મેડિકલ કોલેજમાં મંજૂર કરવામાં આવશે. નર્મદા અને દાહોદ જિલ્લાના વિકાસને વધુમાં વધુ પ્રાધાન્ય અપાશે. આદિજાતિઓના મિલકત અંગેના ૭૩ AAના રક્ષણ માટે રાજય સરકાર સંપૂર્ણ કટિબદ્ઘ છે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે કહ્યું હતું.

આ બેઠકમાં પીવાના પાણીના કામો, સિંચાઈના કામો, રોડ, વીજળી, શિક્ષણ, આરોગ્ય, રોજગારી, પેસા એકટનો વધુમાં વધુ લોકોને લાભ મળે, રાજય સરકારની ભરતીઓમાં આદિજાતિની ખાલી જગ્યાઓ ભરવા અંગે, વન અધિકાર નિયમ હેઠળ વિવિધ દાવાઓ, આદિજાતિ વિસ્તારના દૂર સદૂરના ગામોને વાહન વ્યવહાર સહિતની વિવિધ સુવિધાઓ, આદિજાતિ લોકો દ્વારા બનાવેલી વિવિધ વસ્તુઓની GEM દ્વારા ખરીદી કરવી, દ્યર વપરાશ અને સિંચાઈ માટે વીજ જોડાણ, રેવન્યુ રેકર્ડ ઉપરના ગામો કે અસરગ્રસ્તને જમીન ફાળવણી જેવી બાબતોનો વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.

આ બેઠકમાં આદિજાતિ વિકાસ મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા, આદિજાતિ વિકાસ રાજયકક્ષા મંત્રી શ્રી રમણભાઈ પાટકર આદિજાતિ ધારાસભ્યશ્રીઓ, મુખ્ય સચિવ શ્રી અનિલ મૂકીમ, મખ્યમંત્રીના અગ્ર મુખ્ય સચિવ શ્રી કે. કૈલાસનાથન, આદિજાતિ વિકાસ વિભાગ સહિત સંબંધિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહી જરૂરી વિચાર-વિમર્શ કરાયો હતો.

(3:58 pm IST)