Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

કોરોના અને સંગીત(૭)

સામગરે...રેપમગ...ગધપમ...

સંગીતના સુવાસથી સ્વસ્થ જીવન જીવી કશાય

પ્રિય વાંચક મિત્રો

સરકારે લોકડાઉન ખોલી નાખ્યું છે રાત્રે હરવા ફરવાની પણ છુટ મળી ગઇ છે પણ મિત્રો એકવાત ખૂબ ધ્યાન રાખજો. કોરાનાથી ગભરાવવાની જરૂર નથી પણ સંભાળવાની તો ચોકકસ જરૂર છે.  હાલમાં કોરોના વાયરસે માઝા મૂકી છે.  આજે જ સમાચાર પત્રમાં વાચ્યું ગુજરાતમાં ૬૧ હજાર ઉપર અને જુલાઇમાં ર૮,૭૯પ કોરોનાના કેસ આવ્યા છે. મિત્રો હવે આપણે જ આપણા ચોકીદાર બનવાનુંછે ઘરમાં રહેવાનું છે રોજીંદી જરૂરિયાત ના કાર્યો કરવા પણ સોશીયલ ડિસ્ટન્સ સાથે કરવાના છે. તો જ આ કોરોના ભાગશે.

મિત્રો આજની મહત્વની વાત છે અફવાઓથી દૂર રહો કોઇ દવા કે વેકસીન (રસી) ન આવે ત્યાં સુધી એક જ ઇલાજ છે પોતાની જાતને આઇસોલેટ કરવી. અને તોજ કોવીડ-૧૯ ફેલાતો રોકી શકાશે. આઇસોલેટ કરવાની વાત આવી ત્યારે હાથ સેનેટાઇઝરથી વારંવાર સાફ કરી આપણી જાતને બચાવવાની વાત પણ આવી. સેનેટાઇઝરમાંં આલ્કોહોલની માત્રા હોય છે. જેનાથી જંતુ અને વાયરસથી બચી શકાય છે. જેનો વિપરીત અર્થ પણ ઘણાએ કાઢયો તો. આખા શરીરને જ આલ્કોહોલ (દારૂ) પીને આઇસોલેટ કરી નાખીએ !! મિત્રો ભૂલથી પણ આવુ ન કરતા જે આલ્કોહોલ (દારૂ) પીવામાં વપરાય છે. તે ઇથાઇલ આલ્કોહલ હોય છે. અને જે સેનેટાઇઝરમાં વપરાય છે તે આઇસોપ્રોપાઇડ આલ્કોહલ છે બંને એકદમ અલગ છે. સેનેટાઇઝરને જીભ પર લગાડવાથી નુકસાન થશે. અને દારૂ પીવાથી ઇમ્યુનીટી ઓછી થઇ જશે. જેથી  ઇન્ફેકશનના ચાન્સીસ ખૂબ રહેશે.

ઇરાનમાં  (મીથેનોલ) પીવાથી કોરોનાનો ઇલાજ થાય છે અને તેવું જાણીને ઘણાં લોકો    (મીથેનોલ) પી ગયા અને જેના લીધે ર૮૦૦ લોકો ખૂબ માંદા પડયા અને ૩પ૦ લોકો મૃત્યુ પામ્યા મીથેનોલ આલ્હોલનું પાઇઝનસ ફોર્ર્મ (ઝેરી સ્વરૂપ) છે. તે પાઇપલાઇનમાં એન્ટ્રી ફ્રીઝ, ગ્લાસ કલીનર ઇધણ (ફયુઅલ) સ્પીરીટ બનાવવા માટે વપરાય છે. કોઇ ભૂલથી પણ ર૦ થી ૯૦ મી.લીટર પી લે તો જાન લેવા સાબિત થઇ શક છે. અને જો ૧૦ થી ૧પ મી.લી.લીટર પી જાવ તો આંધળો બનાવે છે. તો મિત્રો મહેરબાની કરીને અફવાઓથી દુર રહેજો સ્વસ્થ રહેજો.

એક પ્રશ્ન-: મોનિકાબેન તમે ગયા અંકમાં વિટામીનસ, મિનરલસ્વ, ઝીન્ક વગેરે કયાંથી મળે ? શું ખાવુ જોઇએ જેથી તંદુરસ્ત રહેવાય ?

જવાબ-: સંતુલિત આહાર અને તંદુરસ્ત સ્વાસ્થ માટે આ જાણવું ખૂબ આવશ્યક છે. તો જાણીએ વિટામીન-સી ખાટા ફળો, લીંબુ, આંબળા, દ્રાક્ષ, સ્ટ્રોબેરી, નારંગી વગેરેમાંથી વિટામીન -ઇ બદામ, શીંગ, સનફલરના બીયા વગેરેમાંથી ઝીન્ક કાજુ, લીલા પાંદડા વાળી શાક ઘઉં, શાકભાજી વગેરેમાંથી...વિટામીન-એ, બ્રોકોલી, ગાજર એપ્રીકોટ, કેરી, દુધ, પાલક, તાંદરજો વગેરેમાંથી....પ્રોટીન બધાજ કઠોળ, દુધ, દહીં(લીટેટ), સૂકા મેવા વગેરેમાંથી કેલ્શીયમ દૂધ, દહીં, છાશ, ચીઝ, ટોફ વગેરેમાં એમંગા, ફેલ્કસીંક, સૌયાબીન, અખરોટ, મર્સ્ડ વટાણા વગેરેમાંથી બીટાકેરેટીન પપૈયુ, ટેટી, એપ્રીકોટ, કેરી વગેરમાંથી મળે છે.

તો મિત્રો તમારી શકિત અનુસાર ઉપર જણાવેલ સંતુલિત આહાર તમેજ નકકી કરો અને લો.

મિત્રો સંતુલિત આહાર સાથે તંદુરસ્તીના પાયા સંગીતને  ભૂલશો નહી કારણ કે તે તમારા મનનો ખોરાક છે. વળી જે વધુ પ્રાણવાયુ (ઓકિસર્જન) પુરો પાડે છે. અને હૃદયની બિમારી જેવી ઘણી બિમારી દુર કરે છે.

તો ચાલો આજે એક નવો પલ્ટો જાણીએ સા મ ગરે, રે પમગ, ગ ધ પમ, મનીધપ, પસાંનીધ મનીધપ, ગધપમ, રેપ મગ, સાસગરે, ની ગરેસા

સાપમગ, રેધ પમ, ગની ધપ, મસાંનીધ ગની ધપ, રે ધપમ, સા પ મગ, ની મગરે, ધગરેસા

શ્વાસ સંપૂર્ણ ભરીને એક શ્વાસમાં પલ્ટા ભરવા પ્રયત્ન કરવો

પ્રિય મિત્રો, કોરોનાને હંફાવવા જરૂર પલટા ભરો. સંગીતની સુવાસથી સંપૂર્ણ સ્વસ્થ જીવન જેવો

આપના પ્રશ્નો આવકાર્ય છે.

મિત્રો શાસ્ત્રીય સંગીત એક વિજ્ઞાન છે કોરોનાને સંગીત દ્વારા દુર કરવાની વધુ ટીપ્સ આવતા અંકમાં જરૂર વાંચજો અને અનુસરજો.

આપના પ્રશ્નો આવકાર્ય છે.

અકિલા પર મોકલી શકો છો કે મારા ઇમેલ પર મોકલી શકો છો જરૂર જવાબ આપીશ. drmonicashah@ gmail .com  ઘરે રહો-તંદુરસ્ત રહો. અને આનંદિત રહો.

ડો. મોનિકા હિતેન શાહ

(પદ્મ વિભૂષણ ગિરીજાદેવીના શિષ્ય)

શાસ્ત્રીય અને ઉપશાસ્ત્રીય સંગીતના ગાયિકા પીએચ.ડી. મ્યુઝીક આરાધના સંગીત એકેડમી

(11:57 am IST)