Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રીસર્ચ એન્ડ ટ્રેનિંગના નિયામક અકિલાની મુલાકાતે

નવી શિક્ષણ નીતિમાં કલા અને શિક્ષણનું જોડાણ, વિદ્યાર્થીઓનું કૌશલ્ય વધશેઃ ડો. ટી.એસ.જોષી

માતૃભાષા પર ભારઃ શિક્ષકોની ભરતી માટે મજબૂત પારદર્શક પ્રક્રિયાઃ ધો. ૬ થી જ વ્યવસાયલક્ષી ઇન્ટર્નશીપ

ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રીસર્ચ એન્ડ ટ્રેનીંગ, ગાંધીનગરના ડિરેકટર ડો. ટી.એસ.જોષીએ અકિલા કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લઇ અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ચર્ચા રહેલ તે પ્રસંગની તસ્વીર. આ પ્રસંગે રાજકોટ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં વ્યાખ્યાતા એ.ટી.પટેલ અને અકિલા પરિવારના ડો. અનિલ દશાણી ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ તા. ૩ : ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (જી.સી.ઇ.આર.ટી.) ના નિયામક ડો. ટી.એસ.આર.ટી.)ના નિયામક ડો. ટી.એસ. જોષીએ કેન્દ્ર સરકારે જાહેર કરેલી નવી શિક્ષણ નીતિમાંકરવા અને શિક્ષણનું જોડાણ થયાનું જણાવી આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓ કૌશલ્યોથી વધુ સજજ થવાનો વિશ્વાસ વ્યકત કર્યો છે.

અકિલાની શુભેચ્છા મુલાકાતે આવેલા ડો.ટી.એસ.જોષીએ જણાવેલ કે નવી શિક્ષણનીતિમાં ભાર મુકાયો છે.કે તમામ સ્તરે એટલે કે પ્રિ-સ્કુલથી માંડીને માધ્યમિક સ્તર સુધી દરેકને શાળાકીય અભ્યાસની સાર્વત્રિક પહોંચ મળે તે સુનિશ્ચિત  કરવું જરૂરી છે. ઇન્ફ્રાન્સ્ટ્રકચર સહકાર, શાળા છોડનારા વિદ્યાર્થીઓને મુખ્ય પ્રવાહમાં પાછા લાવવા માટે નવીનતમ શૈક્ષણિક કેન્દ્રો, વિદ્યાર્થીઓ અને તેમના અભ્યાસના સ્તરો પર દેખરેખ (ટ્રેકિંગ), ઔપચારિક અને અનૌપચારિક એમ બંને પ્રકારના શિક્ષણના માધ્યમો સામેલ કરવા માટે બહુવિધ રીતોથી સુવિધા, શાળાઓ દ્વારા કાઉન્સેલર્સ સાથે જોડાણ અથવા સારી રીતે તાલીમબધ્ધ સામાજિક કાર્યકરો સાથે જોડાણ, ધોરણ ૩,પ અને ૮ માટે એનઆઇઓએસ દ્વારા ઓપન લર્નિંગ, ધોરણ ૧૦ અને ૧ર ની સમકક્ષ માધ્યમિક શૈક્ષણીક કાર્યક્રમો, વયસ્ક વય સંબંધીત સાક્ષરતા અને જીવન ઉત્કર્ષના કાર્યક્રમો વગેરે આ લક્ષ્યો પ્રાપ્ત કરવા માટેની કેટલીક પ્રસ્તાવિત રીતો છે.

પ્રારંભીક બાળપણ સંભાળ અને શિક્ષણ પર વિશેષ ભાર મુકતા ૧૦+ર અભ્યાસક્રમ માળખાના બદલે પ+૩+૩+૪ અભ્યાસક્રમ માળખુ અનુક્રમે ૩-૮,૮-૧૧, ૧૧-૧૪ અને ૧૪-૧૮ વયજુથના વિદ્યાર્થીઓ માટે અપનાવવામાં આવ્યું છે. આનાથી આજદિન સુધી શાળાકીય અભ્યાસક્રમમાં ના આવરી લેવાયેલા ૩-૬ વર્ષના સમુહ કે જેને વૈશ્વિક સ્તરે બાળકના માનસિક વિકાસ માટે મહત્વનો તબકકો ગણવામાં આવે છે તેને પણ આવરી લેવામાં આવશે. નવી પ્રણાલીમાં ૧ર વર્ષ શાળાકીય અભ્યાસના અને ત્રણ વર્ષ આંગણવાડી/પ્રિ-સ્કુલ અભ્યાસના રહેશે.

NCERT  દ્વારા ૮ વર્ષ સુધીના બાળકો માટે પ્રારંભીક બાળપણ સંભાળ અને શિક્ષણ માટે રાષ્ટ્રીય અભ્યાસક્રમ અને શિક્ષણશાસ્ત્ર વિષયક માળખું (NCPFECCE) તૈયાર કરવામાં આવશે આંગણવાડી અને પ્રિ-સ્કુલ સહિત સંસ્થાઓના નોંધપાત્ર પ્રમાણમાં વિસ્તરણ કરાયેલ અને મજબુત બનાવવામાં આવેલા તંત્ર દ્વારા ECCE આપવામાં આવશે જેમાંશિક્ષકો અને આંગણવાડી કાર્યક્રમો ECCE શિક્ષકશાસ્ત્ર અને અભ્યાસક્રમમાં તાલીમબદ્ધ હશે ECCE ના આયોજન અને અમલીકરણની કામગીરી HRD મંત્રાલય અને મહિલા અને બાળક કલ્યાણ મંત્રાલય (WCD) આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (HFW) અને આદિજાતિ બાબાતોના મંત્રાલય દ્વારા સંયુકત રીતે કરવામાં આવશે.

ડો. જોષીએ જણાવેલ કે શાળાકીય અભ્યાસક્રમ અને શિક્ષણશાસ્ત્રનો ઉદ્દેશ તમામ વિદ્યાર્થીઓને ર૧મી સદીના કૌશલ્યોથી સઝ કરીને તેમનો સર્વાંગી વિકાસ કરવાનો, આવશ્યક અભ્યાસમાં વૃદ્ધિ માટે અભ્યાસક્રમ સામગ્રીમાં ઘટાડો કરવાનો અને મહત્વપૂર્ણ વિચારશૈલી તેમજ પ્રયોગાત્મક અભ્યાસ પર મોટાપાયે ધ્યાન કેન્દ્રિત કરવાનો રહેશે વિદ્યાર્થીઓ પાસે વિષયો પસંદ કરવાની વધુ અનુકુલનતા અને પસંદગીઓ રહેશે કળા અને વિજ્ઞાન અભ્યાસક્રમ અને ઇતરપ્રવૃત્તિઓ, રોજગારલક્ષી અનેશૈક્ષણિક પ્રવાહો વચ્ચે કોઇ કઠોર ભિત્રતા રાખવામાં નહી આવે.રોજગારલક્ષી શિક્ષણ છઠ્ઠા ધોરણથી શરૂ થશે અને તેમાં ઇન્ટર્નશીપ સામેલ રહશે.

નવી નીતીમાં ઓછામાં ઓછા ધોરણ-પ સુધીના અભ્યાસમાં સુચનાઓ આપવાના માધ્યમ તરીકે માતૃભાષા/સ્થાનિક ભાષા/પ્રાદેશિક ભાષા પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. પરંતુ ધોરણ-૮ અને તેનાથી આગળ પણ ચાલુ રાખવાની પ્રાધાન્યતા ગણવામાંં આવશે. સંસ્કૃતને ત્રણ ભાષાની ફોર્મ્યુલામાં સામેલ કરીને શાળાકીય અને ઉચ્ચ અભયાસમાં તમામ સ્તરે વિદ્યાર્થીઓને વિકલ્પ તરીકે આપવામાં આવશે. કોઇપણ વિદ્યાર્થી પર કોઇ ચોકકસ ભાષાનું ફરજિયાત પાલન કરવામાં આવશે. નહીં ભારતની અન્ય શાસ્ત્રીય ભાષાઓ અને સાહિત્યો પણ વિકલ્પો તરીકે ઉપલબ્ધ રહેશ.. 'એક ભારત શ્રેષ્ઠ ભારત' જેવી પહેલ અંતર્ગત વિદ્યાર્થીઓ 'ભારતની ભાષાઓ' પર મોનરંજક પ્રોજેકટ/પ્રવૃતિઓમાં ભાગ લેશે. કેટલીક વખત ધોરણ ૬-૮ ના વિદ્યાર્થીઓ ભાગ લેશે. માધ્યમિક સ્તરે કેટલીક વિદેશી ભાષાઓ શીખવવામાં આવશે. મુકબધીર વિદ્યાર્થીઓને ઉપયોગમાં લેવા માટેસમગ્ર દેશમાં ભારતીય સાંકેતિક ભાષા (ISL) ને પ્રમાણીક કરવામાં આવશે અને રાષ્ટ્રીય તેમજ રાજય અભ્યાસક્રમા સામગ્રી તૈયાર કરવામાં આવશે.

શાળામાં ધોરણ ૩.પ અને ૮માં તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા યોગ્ય સત્તામંડળ દ્વારા લેવામાં આવશે. ધોરણ ૧૦ અને ૧ર ના વિદ્યાર્થીઓ માટે લેવાતી બોર્ડની પરીક્ષા યથાવત રહેશે પરંતુ. સર્વાંગી વિકાસના ઉદ્દેશને કેન્દ્રમાં રાખીને તેની રૂપરેખા ફરી તૈયાર કરવામાં આવશે. આદર્શ-આયોજન સંગઠન તરીકે નવા રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર (સર્વાંગી વિકાસ માટે પરફોર્મન્સ મુલ્યાંકન, સમીક્ષા અને જ્ઞાનનું વિશ્લેષણ)ની રચના કરવામાં આવશે.

શિક્ષક ભરતી અને કારકિર્દિ માર્ગ મજબુત વ્યવસ્થા

શિક્ષકોની મજબુત, પારદર્શી પ્રક્રિયા દ્વારા ભરતી કરવામાં આવશે સમયાંતરે બહુ-સોતીય કામગીરી મૂલ્યાંકન વ્યવસ્થા દ્વારા લાયકાત-આધારિત પ્રમોશન આપવામાં આવશે અને તેમને શૈક્ષણીક સંચાલક અથવા શિક્ષણ પ્રશિક્ષક બનવા માટે પ્રગતિના માર્ગો ઉપલબ્ધ કરાવવામાં આવશે. NCERT, SCERT, તમામ સ્તરો અને પ્રદેશોમાંથી શિક્ષકો અને નિષ્ણાંત સંસ્થાઓ સાથે પરામર્શમાં ર૦રર સુધી રાષ્ટ્રીય શિક્ષક પ્રશિક્ષક પરિષદ દ્વારા શિક્ષકો માટે સામાન્ય રાષ્ટ્રીય વ્યાવસાયિક માપદંડો વિકસાવવમાં આવશે.

સ્કુલ સંચાલન

શાળાઓને પરિસરો અથવા સમુહોમાં આયોજીત કરી શકાશે જે સંચાલન માટેનું મુળભુત એકમ બનશે અને તે ઇન્ફાસ્ટ્રકચર, શેક્ષણીક પુસ્તાકાલયો અને મજબુત વ્યવસાયિક શિક્ષક સમુદાયો સહિત તમામ સંશાધનોની ઉપલબ્ધી સુનિશ્ચિત કરશે.

NEP પરિવર્તનશીલ અભ્યાસક્રમ, વિષયોનું સર્જનાત્મક સંયોજન, વ્યાવસાયિક તાલીમનું સંકલન અને યોગ્ય પ્રમાણપત્ર સાથે બહુવિધ એન્ટ્રી અને એકઝીટ પોઈન્ટ દ્વારા વ્યાપક આધાર ધરાવતા, બહુવિષયક, સર્વાંગી પૂર્વ-સ્નાતક શિક્ષકની કલ્પના કરે છે. પૂર્વ સ્નાતક બહુવિધ એકઝીટ વિકલ્પો અને આ સમયગાળાની અંદર યોગ્ય પ્રમાણપત્રો સાથે કરી શકાશે.

વિવિધ HEI દ્વારા મેળવવામાં આવેલી શૈક્ષણીક ક્રેડિટનો ડિજિટલ રીતે સંગ્રહ કરવા માટે 'એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટ' ની સ્થાપના કરવામાં આવશે જેથી અંતિમ મેળવેલ  ઉપાધી માટે તેનું હસ્તાંતર અને ગણતરી કરી શકાય. IIT,IIM  ની જેમ જ. દેશમાં બહુવિષયક શૈક્ષણીક અને સંશોધન યુનવર્સિટી (MERU) ની સ્થાપના વૈશ્વિક માપદંડો ધરાવતી શ્રેષ્ઠ બહુવિષયક શૈક્ષણીક સંસ્થાના મોડલ તરીકે કરવામાં આવશે.ક

સ્વતંત્ર પારદર્શી ભરતી, અભ્યાસક્રમ/ પ્રશિક્ષણ રચવાી સ્વતંત્રતા, ઉતકૃષ્ટતાને પ્રોત્સાહન, સંસ્થાકીય નેતૃત્વની ગતિશિલતા મારફતે અધ્યાપકોને પ્રોત્સાહન પુરૂ પાડવા, ઉર્જાવાન બનાવવા અને તેમની ક્ષમતાના નિર્માણ માટે અનેક ભલામણો કરવામાં આવી છે કેટલાક નિયત માપદંડો પરિપૂર્ણ નહી કરનાર અધ્યાપકોને જવાબદેહિતા નકકી કરાશે.

જયારે પણ પરંરાગત અને વ્યકિતગત શિક્ષણ વ્યવસ્થા દ્વારા શિક્ષણ પુરૂ પાડવું શકય ન હોય ત્યારે ગણવત્તાયુકત શિક્ષણના વૈકલ્પિક રીત તરીકે તૈયાણીઓ સુનિશ્ચિત કરવા માટે તથા તાજેતરમાં રોગચળા અને મહામરીમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને ઓનલાઇન શિક્ષણને પ્રોત્સાહન પુરૂ પાડવા માટે સર્વસમાવેશી ભલામણો કરવામાં આવી છે બન્ને શાળાઓ અને ઉચ્ચ શિક્ષણની ઇ-શિક્ષણની જરૂરીયાતોનો ખ્યાલ રાખવા માટે MHRDમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટકચરનું નિર્માણ ડિજિટલ સામગ્રી અને ક્ષમતા નિર્માણની વ્યવસ્થા ઉભી કરવાના હેતુસર એક સમર્પિત એકમનું સર્જન કરવામાં આવશે.

શિક્ષણ, મુલ્યાંકન, આયોજન, વહીવટમાં વધારો કરવા માટે તકનિકના ઉપયોગ અંગેના વિચારોના મુકત આદાન-પ્રદાન માટેનું મંચ પુરૂ પાડવા રાષ્ટ્રીય શિક્ષણ ટેકનીકલ મંચ (NETF) નામથી એક સ્વાયત સંસ્થાનું સર્જન કરવામાં આવશે. વર્ગખંડ પ્રક્રિયાઓમાં સુધારો કરવા, સહાયક શિક્ષક વ્યાયસાયિક વિકાસ, નબળા જુથોની શૈક્ષણિક પહોંચ વધારવા અને શૈક્ષણીક આયોજન, વહીવટ અને સંચાલનને સુવ્યવસ્થિત કરવા માટે શિક્ષણના દરેક સ્તરો પર તકનિકનું યોગ્ય સમન્વયન કરવામાંં આવશ. તમામ વ્યાવસ્યિક શિક્ષણ વ્યવસ્થાનો એક આંતરીક ભાગ હશે. એકલ ટેકનીકલ યુનિવર્સિટીઓ, આરોગ્ય વિજ્ઞાન, યુનિવર્સિટીઓ, કાયદા અને કૃષિ યુનિવર્સિટીઓ વગેરે બહુવિધ વિદ્યાશાખાઓ ધરાવતી સંસ્થાઓ બનવાનો હેતુ ધરાવશે.

(10:49 am IST)