Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના ભાઇને કોરોના : સમગ્ર પરિવાર હોમ કવોરન્ટાઇન

સુરત ભાજપ પ્રમુખ અને તેમના પત્નીને પણ કોરોના પોઝિટિવ : સી.આર.પાટીલ અને તેમના ભાઇના નિવાસસ્થાન વચ્ચે ઘણું અંતર છે તેમજ બંને ઘણા સમયથી રૂબરૂ સંપર્કમાં ન આવ્યા હોવાથી પ્રમુખ પાટીલને કે તેમના પરિવારને કવોરન્ટાઇન થવાની જરૂરીયાત ન હોવાનું તેમની નજીકના વર્તુળોએ જણાવ્યું હતું

સુરત તા. ૪ : સુરતમાં ભાજપના નવનિયુકત પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલના ભાઈ પ્રકાશ પાટીલ કોરોના સંક્રમિત થયા હોવાના અહેવાલે ખળભળાટ મચાવી દીધો છે. અમદાવાદ બાદ કોરોના વાયરસનું સ્વરૂપ દિવસેને દિવસે સુરતમાં ભયંકર બનતું જાય છે. સામાન્ય માણસોથી લઈને હવે રાજકીય નેતાઓ પણ તેના ભરડામાં આવી રહ્યા છે.

સુરતમાં પ્રદેશ ભાજપ પ્રમુખના ભાઈને લઈને મળતા અહેવાલોનું માનીએ તો પ્રદેશ ભાજપ પ્રમુખના ભાઈને કોરોના સ્પર્શી ગયો છે. સી.આર. પાટીલના ભાઈ પ્રકાશ પાટીલ કોરોનાથી સંક્રમિત બનતા મોટો હડકંપ મચી જવા પામ્યો છે. એટલું જ નહીં, પ્રકાશ પાટીલના ડ્રાઈવર ગુલાબ ભાઈનો પણ કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેના કારણે સુરતમાં પાટીલ પરિવાર હોમકવોરન્ટાઈન થઈ ગયો છે.

આ સિવાય સુરત શહેર ભાજપના પ્રમુખ નીતીન ભજીયાવાલા અને તેમની પત્નીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એ ઉપરાંત કપડાની દુકાન, ટેક્ષટાઇલ માર્કેટના કર્મચારી, કલેકટર ઓફિસના કલાર્ક, ઇરીગેશન વિભાગના કર્મચારી, ટીચર, રીક્ષા ડ્રાઇવર સહિત અનેકના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

(11:52 am IST)
  • ઉમા ભારતી જ જણાવે મુર્હુત શુભ છે કે નહિ? દિગ્વિજયસિંહ : રામ મંદિરના ભૂમિ પૂજનના શુભ મુર્હુત મામલે કોંગી નેતા દિગ્વિજયસિંહે ભાજપ ઉપર પ્રહાર કરતા કહ્યું કે ઉમા ભારતી જ જણાવે કે મુર્હુત શુભ છે કે નહિ ? આ મામલે સંતો પણ ચુપ કેમ છે? access_time 4:07 pm IST

  • રામજીની મૂર્તિને મૂછો હોવી જોઈએ:હિન્દુત્વને વરેલા નેતા સંભાજી ભીડેએ કહ્યું છે કે અયોધ્યામાં સૂચિત રામ મંદિર ખાતે ભગવાન શ્રીરામની મૂર્તિને મૂછો હોવી જોઈએ access_time 9:44 pm IST

  • 2008ની બેચના મહારાષ્ટ્ર કેડરના IAS અધિકારી નવલ કિશોર રામની પ્રધાનમંત્રીએ કાર્યાલયમાં ડે. સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે તેમ ન્યૂઝફર્સ્ટ ના હવાલાથી જાણવા મળે છે. access_time 4:51 pm IST