Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

સુરતના ઉધનામાં બિયર અને દારૂની મહેફિલ કરી બર્થ ડે ઉજવનારા 7 યુવકોને પોલીસે ઝડપી લીધા

પોલીસે વીડિયોનાં આધારે ઓળખ કરીને બર્થ ડે બોય સહીત 7ને ઝડપ્યા

 

સુરત : ઉધના પોલીસ સ્ટેશન મથક વિસ્તારમાં આવેલા એલ એન્ડ પાર્ક સોસાયટીના ખાડી કિનારે બિયર અને દારૂ સાથે બર્થ ડેની ઉજવણી કરવામાં આવે છે. અંગેનો વીડિયો ત્યાર બાદ વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી છે. જેના આધારે પોલીસે જાહેરમાં ઉજવણી કરનાર સાત લોકોને ઝડપી લઇને કાયદેસરની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે.

ઉજવણી ભાઠેનામાં રહેતા સંદિપ ઉર્ફે છન્નુનાં બર્થ ડે નિમિત્તે કરવામાં આવી હતી. સમગ્ર ઉજવણીનો વીડિયો ઉતર્યા બાદ વાયરલ થતા તમામને વીડિયોનાં આધારે પોલીસે ઓળખ કરીને ઝડપી લીધા છે. ખાડી કિનારે ખુલ્લામાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જાહેરમાં કેક કાપવાની સાથે એક બીજાને ખવડાવીને પાર્ટી કરાઇ હતી.

પોલીસે વીડિયોનાં આધારે ઓળખ કરીને બર્થ ડે બોય સંદિપ, ચિરાગ રાણા, જયેશ ઉર્ફે લાલો રાણા, અજીત દલાલ, મનોજ રાણા અને મદારી નામના યુવકની ધરપકડ કરવાની સાથ ઘટના સ્થળેથી બિયરની અને દારૂની બોટલો પણ પોલીસે ઝડપી લીધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

(12:19 am IST)
  • રામજીની મૂર્તિને મૂછો હોવી જોઈએ:હિન્દુત્વને વરેલા નેતા સંભાજી ભીડેએ કહ્યું છે કે અયોધ્યામાં સૂચિત રામ મંદિર ખાતે ભગવાન શ્રીરામની મૂર્તિને મૂછો હોવી જોઈએ access_time 9:44 pm IST

  • યોગી આદિત્યનાથનું આહ્વાન દેશભરમાં આજે અને કાલે બુધવારે શિલાન્યાસ પ્રસંગે ઘરે ઘરે દીપ પ્રગટાવો અને રામચરિતમાનસના પાઠ કરો access_time 10:49 am IST

  • મહારાષ્ટ્રમાં 10,221 સાજા થયા : મહારાષ્ટ્રમાં આજે કોરોનાના 8,968 નવા કેસો થયા છે સાથોસાથ 10,221 દર્દીઓ સાજા પણ થયા છે અને ૨૪ કલાકમાં વધુ 266 મોત થયા છે. access_time 9:45 pm IST