Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

રાજપીપળા માં ૬ સહિત નર્મદા જિલ્લામાં કુલ ૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

રાજપીપળા : નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે વધતા કોરોના ના સંક્રમણ ના કારણે રાજપીપળા ના કેટલાક વિસ્તારો સંપૂર્ણ પણે સીલ કરાયા છે આજે નર્મદા જિલ્લામાં આજે વધુ ૮ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે

નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ આર એસ કશ્યપ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે નર્મદા જિલ્લામાં ૮ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે જેમાં રાજપીપળા માં ૬ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે જેમાં ૧ બાવાગોર ટેકરી , ૨ અંબિકા નગર , ૧ કડીયાભૂત , ૧ કાછીયાવાડ , ૧ આરબ ટેકરા. ઉપરાંત ડેડીયાપાડા માં ૧ અને ગોપાલપુરા માં ૧ આમ જિલ્લા માં કુલ ૮ દર્દી પોઝિટિવ નોંધાયા છે

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં હાલ ૩૮ દર્દીઓ સારવાર હેઠળ છે અને કોવિડ કેર સેન્ટર માં ૩૦ દર્દી દાખલ છે આજે ૧૭ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં ૩૩૧ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે સાથેજ નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંકડો ૪૧૮ એ પોહોચ્યો છે આજે વધુ ૧૯૬ સેમ્પલ ચકાસણી હેઠળ છે

(10:05 pm IST)