Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

રાજપીપળા પાલિકા દ્વારા ઉભા કરાયેલા 3 શાક માર્કેટમાં સાફ સફાઈ, સેનેટાઇજર સહિતની સુવિધાનો અભાવ

કોરોના હાઉ વચ્ચે સોસીયલ ડિસ્ટન્સ જળવાય તે માટે પાલીકાએ ત્રણ જગ્યાઓ પર ઉભા કરાયેલા શાક માર્કેટમાં કોઈજ વ્યવસ્થા નથી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નગર પાલિકાના દ્વારા કોરોના સંક્રમણ ન વધે એ ધ્યાનમાં રાખી શહેરીજનો માટે રનગરપાલિકાએ ફાળવેલા ત્રણ શાક માર્કેટ ની જગ્યાઓ પૈકી મુખ્ય ગાર્ડનની સામે, ગવર્મેન્ટ હાઈસ્કૂલ ગ્રાઉન્ડ અને કન્યા શાળા સ્કૂલ ના ગ્રાઉન્ડમાં શાકમાર્કેટ ઉભા કરવામાં આવેલા છે.આ શાકમાર્કેટમાં છૂટક શાકભાજી તેમજ ફ્રુટ વેચતા વેપારીઓ ની ફરિયાદ મુજબ આ ત્રણેય માર્કેટ માં નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં આવતી નથી જેમાં ખાસ સાફ-સફાઈ અને સેનેટાઈઝેસન ની અત્યંત જરૂરી તેવી સુવિધાના અભાવે કોરોના સંક્રમણ વધવાની શક્યતાઓ રહેલી છે

 

માટે આ ત્રણ ઉભા કરાયેલા માર્કેટ માં અગાઉ ની જેમ નગરપાલિકા સત્તાધીશો દ્વારા અહીંયા ગંદકીનું સામ્રાજ્ય ઉભું થયું છે એ વહેલી તકે હટાવે અને સેનેટાઈઝેસન કરી આ સ્થળોને ચોખ્ખા કરી ત્યાં આવતા જતા ગ્રાહકો ને પણ આ વ્યવસ્થા આપી કોરોના સંક્રમણ જેવા ખતરા સામે રક્ષણ મળે.

વેપારીઓ એ જણાવ્યા મુજબ રાજપીપળા ના મુખ્ય શાક માર્કેટ અને આસપાસ નો વિસ્તાર હાલ રેડ ઝોન માં હોય ત્યાંથી માર્કેટ હટાવી તંત્ર એ અલગ અલગ ત્રણ જગ્યાઓ પર માર્કેટ ઉભા કરી અલાયદી વ્યવસ્થા ઉભી કરી છે પરંતુ આ ત્રણ જગ્યા પર સાફ સફાઈ અને ખાસ જરૂરી સેનેટાઈઝેસન બાબતે ની તકેદારી નહિ હોય તો વેપારીઓ અને ત્યાં આવતા ગ્રાહકો માટે તે ખતરા ની ઘંટડી સમાન હોય માટે પાલીકા તંત્ર આ બાબતે યોગ્ય કામગીરી કરે તેવી માંગ ઉઠી છે

(9:59 pm IST)