Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

સુરતમાં દબાણ હટાવ કામગીરીમાં અહંમ ટકરાયો :મ્યુનિ,એ RTO પાસે દબાણ હટાવ્યું તો RTOએ કોર્પોરેશનના વાહનો જપ્ત કર્યા !!

 

સુરત :રાજ્યભરમાં ઠેર ઠેર દબાણ હટાવ કામગીરી ચાલી રહી છે સાથોસાથ ટ્રાફિક નિયમનના પાલનમાં પણ પોલીસ કાર્યવાહી જોરશોરથી ચાલી રહી છે ત્યારે સુરતમાં કોર્પોરેશન અને આરટીઓ અધિકારીઓ વચ્ચે વ્યક્તિગત અહમ જોવા મળ્યો છે. કોર્પેરેશનની દબાણ કામગીરીથી રોષે ભરાયેેલા આરટીઓ અધિકારીઓએ કોર્પોરેશન પર તવાઈ બોલાવી છે.

મળતી માહિતી મુજબ, દબાણ હટાવવા અને વાહનો જપ્ત કરવા મુદ્દે સુરત RTO અને કોર્પોરેશન આમને સામને આવી ગયા છે ગઇકાલે RTO કચેરી બહાર કોર્પોરેશનની ટીમે દબાણો દુર કર્યા હતા તો આજે RTOની ટીમ કોર્પોરેશન ઓફીસ પાસે આવી પહોંચી, અને કોર્પોરેશન બહાર પાર્ક કરાયેલા વાહનો જપ્ત કરવા લાગી. જેથી કોર્પોરેશનના અધિકારીઓ ગુસ્સે ભરાયા, અને એક તબક્કે બનન્નેં આમને સામને આવી ગયા હતા 

કોર્પોરેશનના અધિકારીઓનો આક્ષેપ છે કે, તેમણે ગઇકાલે RTO કચેરી બહાર દબાણો દુર કર્યા. જેનો ખાર રાખી આજે RTO અધિકારીઓ કોર્પોરેશનના વાહનો જપ્ત કરવા પહોંચ્યા. અધિકારીઓની બબાલ બાદ તેમની કાર્યવાહીની પારદર્શિતા પર સવાલો ઉભા થઇ રહ્યા છે.

(10:54 pm IST)