Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

કલાલોના સાતેજમાં સ્મશાનની જમીનમાં ઉભું કરાયેલ શોપિંગ સેન્ટરને દૂર કરવા તંત્રની નોટિસ

કલોલ: તાલુકાના સાંતેજ ગામમાં આવેલી ગામતળની સ્મશાનની જમીનમાં જિલ્લા ડેલીગેટે અનઅધિકૃત રીતે શોપીંગ સેન્ટર તાણી બાંધતા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી. ઉચ્ચકક્ષાએથી આદેશ છુટતા કલોલ તાલુકા વિકાસ અધિકારીએ સ્થળ તપાસ કર સ્મશાનની જમીનમાં બાંધવામાં આવેલ શોપીંગ સેન્ટરનું દબાણ હટાવવાનો આદેશ કર્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ કલોલ તાલુકાના સાંતેજમાં આવેલી વાલ્મિકી સમાજની સ્મશાનની જમીનમાં ગાંધીનગર જિલ્લા ડેલીગેટ ઠાકોર રામાજી વાઘાજી તથા તેમના પિતા માજી ડેલીગેટ વાઘાજી ભલાજી ઠાકોરે કોઇપણ જાતની પુર્વ મંજુરી વગર રાજકીય વગના ઓથા હેઠળ અનઅધિકૃત શોપીંગ તથા રહેણાંક મકાનો તાણી બાંધ્યા હોવાની રજૂઆત એક જાગૃત નાગરિકે સ્થાનિક કક્ષાએ સરપંચ અને તલાટી કમ મંત્રીને કરી હતી. જો કે, તેમ છતાં પણ ગ્રામ પંચાયત દ્વારા કોઇ પગલા લેવામાં નહીં આવતા આ અંગે અરજદારે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી. ત્યારે આ ઘટનાને ગંભીરતાથી લઇ ઉચ્ચકક્ષાએથી તપાસના આદેશો છુટયા હતા. 

 

(5:28 pm IST)