Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

ઠાસરામા ટેટની પરીક્ષા આપવા ગયેલ શિક્ષક દંપતીના મકાનમાંથી તસ્કરોએ 43 હજારની મતાનો હાથફેરો કર્યો

ઠાસરા:તાલુકાના સૈયાંતમાં રહેતાં અને બીએડ કરેલ શિિક્ષત દંપતી શિક્ષક માટે લેવાતી ટેટની પરીક્ષા આપવા અમદાવાદ ગયાં હતાં. ત્યાં બે દિવસ તેમના સબંધીને ત્યાં રોકાયા હતાં. દરમિયાન તેમના બંધ મકાનમાં તસ્કરોએ પ્રવેશ કરી રૂ.૪૩,૪૦૦ ની મત્તા ચોરી કરી હોવાની ફરીયાદ ઠાસરા પોલીસમાં નોંધાઈ છે. 

મળતી માહિતી મુજબ ઠાસરા તાલુકાના સૈયાંતમાં રોહિત વાસમાં રહેતાં જયેશભાઈ મગનભાઈ ચાવડા અને તેમના પત્ની ટેટની પરીક્ષા આપવા અમદાવાદ ગયાં હતાં. જે દરમિયાન ગત તારીખ ૨૮ જુલાઈથી લઈ ૩૦ જુલાઈ સુધીના સમયગાળા દરમિયાન કોઈપણ સમયે કોઈ અજાણ્યાં ચોર તેઓ ના ધરના બારણાં નો નકુચો તોડી ઘરમાં પ્રવેશી ગયાં હતાં. અને ઘરની તિજોરીમાં મુકેલ સોનાની શેરો, બે નંગ સોનાની જડ, ચાર જોડી ચાંદીના છડા, સોનાની નાની બુટ્ટી, ચાંદીના કડલાં મળી ૩૪,૪૦૦ રૂપિયાના સોના-ચાંદીના ગાદીના તેમજ ૯૦૦૦ રૂપિયા રોકડાં મળી કુલ રૂપિયા ૪૩,૪૦૦ ની ચોરી કરી પલાયન થઈ ગયાં હતાં. 

આ બનાવ અંગે જયેશભાઈ મગનભાઈ ચાવડાની ફરીયાદને આધારે ઠાસરા પોલીસે અજાણ્યાં ચોર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:23 pm IST)