Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાનો મુકામ કપરાડામાં ૪ કલાક માં ૪ ઇંચ : જળબંબોળની સ્થિતી

ધરમપુર અઢી અને આહવામાં દોઢ ઇંચ વાસાદઃ મેઘાવી મહોલ જામ્યો

વાપી તા ૪ :  મેઘરાજાએ હવે પોતાની મીઠી નજર જાણે દક્ષિણ ગુજરાતમાંથીમોડી જણાય છે અહીં આજે સવારે ૪ કલાકમાં ઝરમર થી ૪ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

ીર્જાયેલ અપર એર સરકયુલેશન ન. પગલે દણિ ગુજરાતમાં ઘેરાયેલા વાતાવરણ વચ્ચે જ ૪ ઇંચ સુધીનો ભારે વરસાદ નોંધાયો છે.

ફલડ કન્ટ્રોલ પાસેથી મળતી માહીતી અનુસાર આજે સવારે ૮ વાગ્યાથી લઇ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડાને જોઇએ તો કપરાડા ૯૮ મીમી, ધરમપુર ૫૬ મીમી, આહવા  ૩૨ મીમી, પારડી ૨૯ મીમી, ખેરગામ ૨૮ મીમી, વાપી ૨૪ મીમી. વધઇ ૧૬ મીમી અને વલસાડ ૧૨ મીમી વરસાદ નોંધાયેલ છે. નયારે દ. ગુજરાત ના અન્ય ૮ તાલુકાઓમાં ૧ મીમી થી ૮ મીમી સુધીનો વરસાદ નોંધાયો છે. (૩.૧૪)

(3:58 pm IST)