Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

ઉમરેઠના ટોચના જ્વેલર્સ પેઢી કાચી પડયા બાદ

'સીટ' દ્વારા ૬ પાણીના જગમાંથી સોનુ ઝડપાયુ?

રાજકોટ તા. ૪ : આણંદના ઉમેરઠ ચોકસી બજારમાં બે માસ પૂર્વે ટોચની જ્વેલર્સ પેઢી નારાયણ ગ્રુપ કાચી પડતા લોકોના નાણાં ફસાયા હતા. એસઆઇટીએ ગઇકાલે સોનુ પકડીને જબરી સફળતા મેળવી છે.

અમદાવાદના એક અખબારમાં પ્રસિધ્ધ થયેલ અહેવાલ મુજબ ઉમરેઠ ચોકસી બજારમાં આવેલ નારાયણ જ્વેલર્સ પેઢી ૧પ૦ કરોડમાં કાચી પડી હતી. ત્યારે પાણીના ર૦ લીટરના જગમાં સોનું તથા સોનાના દાગીના એક કારમાંં લઇને ભાગી છુટયા હતા.

તાજેતરમાં મુંબઇ એરપોર્ટ ઉપરની જ્વેલર્સના માલીક અર્પીત ગાભાવાળાની ધરપકડ કરી રીમાન્ડ દરમ્યાન કબુલાતના આધારે એસઆઇટીએ અર્પીતના મામા હરિવદનને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરી ૬ વોટર જગમાં સોનુ મળી આવ્યું હતું તેમ અમદાવાદના એક અખબારના અહેવાલમાં પ્રસિધ્ધ થયું છે.(૨૧.૨૫)

(3:58 pm IST)