Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

હવે અઢી હજાર ધાર્મિક સ્થળો ઉપર તવાઇ?

લારી-ગલ્લા પછી હવે અમદાવાદના ટ્રાફિકને અવરોધતા ધાર્મિક સ્થાનો ઉપર નજર : સુપ્રિમના આદેશનો આશરો લેવાશે

રાજકોટ તા. ૪ : અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરમાં ટ્રાફિક જામનીઙ્ગ સમસ્યા હળવી કરવા માટે લારી-ગલ્લા અને ખાણીપીણી બજારો ઉપરઙ્ગ તવાઇ બોલાવી છે. ત્યારે શહેરના મોડેલ રોડ સહિતના અન્ય મોટાઙ્ગ રોડ તથા તેની ફુટપાથ ઉપર ચણી દેવાયેલા ધાર્મિક સ્થાનો ઉપરઙ્ગ પણ તવાઇ બોલાવવાની તૈયારી કરી રહી છે. અમદાવાદ મ્યુનિ.ના એસ્ટેટઙ્ગ ખાતા પાસે રોડ ઉપર બનાવવામાં આવેલા ૨૩૦૦ જેટલા ધાર્મિક સ્થાનોનું લીસ્ટ છે જેની ઉપર તબક્કાવાર કેવી રીતે કાર્યવાહી કરવી તેના ઉપર વિચારણા ચાલી રહી છે. અગામી દિવસોમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે રોડ અને ફુટપાથ ઉપર નડતરરૂપ ધાર્મિક સ્થાનોને દૂર કરવાનોઙ્ગ આદેશ છુટી શકે છે. જોકે, આ મુદ્દે મ્યુનિ.ના અધિકારીઓ સત્તાવાર કંઇ બોલવા તૈયાર નથી તેવું પ્રસિધ્ધ થયું છે.

સુપ્રિમ કોર્ટે થોડા વર્ષો પહેલાં શહેરના મુખ્ય રોડ ઉપર ટ્રાફિકનેઙ્ગ અડચણરૂપ ધાર્મિક સ્થાનો દૂર કરવાનો આદેશ કરેલો છે, પણ રાજકીયઙ્ગ ઇચ્છાશકિતના અભાવે તેનો અમલ થઇ શકતો ન હતો. પણ હવે શહેરમાં રોડ ઉપરના દબાણો દૂર કરવાની કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. શહેરમાં ૨૫ મોડેલ રોડ ઉપર દબાણો દૂર કરવાની કાર્યવાહી થઇ રહી છે. બે દિવસથી શહેરભરમાં મોડેલ રોડ ઉપરથી ૧૫૦૦ જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા છે. હવે ટ્રાફિક જામની સમસ્યાને ઉકેલવા માટે શહેરના રોડ ઉપર અડચણરૂપ ધાર્મિક સ્થાનોને હટાવવાની કામગીરી પણ થઇ શકે છે.

તેવા હેવાલો સવારના અખબારોમાં પ્રસિધ્ધ થતાં ખળભળાટ મચી ગયો છે. મ્યુનિ. દ્વારા વર્ષો પહેલા સુપ્રિમ કોર્ટમાં રજુ કરાયેલા ડેટા મુજબ, ૨૩૦૦ જેટલા અડચણરૂપ ધાર્મિક સ્થાનોની યાદી છે જેમાં મંદિર, મસ્જિદ સહિતના અન્ય ધાર્મિક સ્થાનો છે જે રોડની વચ્ચે કે પછી ફુટપાથ ઉપર બનેલા છે જેના લીધે ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. મ્યુનિ. દ્વારા ૨૪ મીટર કે તેથી વધુના રોડ ઉપર આવેલા ધાર્મિક સ્થાનોને આઇડેન્ટીફાઇ કરી તેની સામે ઝુંબેશ શરૂ કરાઇ શકે છે. જોકે, આ નિર્ણય રાજકીય છે જેથી અમદાવાદ મ્યુનિ.ના હોદ્દેદારો પાસેથી સંકેત મળ્યા બાદ તેનો અમલ થઇ શકે તેવું પણ પ્રસિધ્ધ થયું છે. બીજી તરફ એવું પણ ચર્ચાઇ રહ્યું છે કે, હાલ તો વિચારણા કરાઇ રહી છે પણ નજીકમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે જેથી ધાર્મિક સ્થાનો ઉપર બુલડોઝર ફેરવવાને મંજુરી મળે તેમ નથી.(૨૧.૧૨)

 

(12:23 pm IST)