Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

શિક્ષણમંત્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમાની તબિયત લથડતા ગાંધીનગરની સિવિલ હોસ્‍પિટલમાં સારવારમાં ખસેડાયાઃ તબિયતમાં સુધારો

ગાંધીનગરઃ શિક્ષણ પ્રધાન ભુપેન્દ્ર સિંહ ચુડાસમાની તબિયત ખરાબ થઇ હોય તેવા સમાચાર મળી રહ્યા છે. ગાંધીનગરના સિવિલ પ્રાથમિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. પરંતુ તબિયતમાં કોઈ સુધારો ન થવાના કારણે તેઓને યુ.એન.મેહતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

વાપી થી અમદાવાદ આવતા તેમની તબિયતમાં ગડબડ જોવા મળી હતી તેઓને ફ્રૂડ પોઈઝનની અસર થઇ હતી. અને ડાયાબિટીઝ અને બ્લડ પ્રેસર પણ વધી ગયું હતું. ગત રાત્રે તેમને યુ.એન.મેહતા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હાલ તેમની તબિયતમાં સુધારો જોવા મળ્યો છે.

(6:43 pm IST)