Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાંથી પકડાયેલ પાકિસ્તાની શખ્શ પાસેથી મળ્યા દસ્તાવેજ: બીજા શખ્શની શોધખોળ

રોજગારીની શોધમાં ભારતમાં આવ્યાનું રટણ :સઘન તપાસ ચાલુ

 

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાંથી પકડાયેલા પાકિસ્તાની નાગરીકની પોલીસ, સુરક્ષા એજન્સીઓને કોઈ માહિતી હાથ લાગી નથી. બે દિવસથી સ્થાનિક પોલીસ, BSF, ATS, IB અને RAWના અધિકારીઓ તપાસ કરી રહ્યાં છે.

  વાવ તાલુકાના અસારા ગામની સીમમાંથી લોકોએ એક અજાણ્યા શખ્સને પકડી પોલીસને હવાલે કર્યો હતો.પોલીસે તપાસ કરતાં પાકિસ્તાની ઓળખપત્ર, સીમકાર્ડ અને લખાણ મળી આવ્યું હતું. અત્યાર સુધી તપાસમાં પાકિસ્તાની નાગરિક રોજગારની ખોજમાં ભારતમાં આવ્યા હોવાનો રાગ આલાપી રહ્યો છે. પરંતુ જે પ્રકારે તે ફેન્સીંગની કામગીરી ચાલુ હતી. તે દરમિયાન પ્રવેશને લઈ સુરક્ષા એજન્સીઓ તેની તપાસમાં લાગી છે

  કેન્દ્રની એજન્સીઓ તેની તપાસ કરી રહી છે. પરંતુ સવાલ છે કે ફેન્સીંગ ક્રોસ કરી પાકિસ્તાની નાગરિક સરહદથી વાવ સુધીના 100 કિમી સુધી કઈ રીતે પહોચ્યો. તેનું કહેવું છે કે તેની સાથે એક અન્ય વ્યક્તિ પણ હતી. ત્યારે સુરક્ષા એજન્સીઓ બીજા વ્યક્તિને શોધી રહી છે.

(9:16 pm IST)