Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

રાજ્યના કુલ 70 તાલુકામા મેઘરાજા મેહરબાન: ભારે વરસાદની આગાહી

અમરેલી સાવરકુંડલા અને ખાંભા અને પારડીમા 3 ઇંચ ઉમરગામમાં 2.5 ઇંચ, વાપી, વિસાવદર અને પલસાણામાં 2 ઇંચ વરસાદ

અમદાવાદ :  દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘો ઘડબડાતી બોલાવી રહ્યો છે. સોમવારે રાજ્યના કુલ 70 તાલુકામા વરસાદી મહેર જોવા મળી છે.અમરેલી સાવરકુંડલા અને ખાંભામાં 3 ઇંચ વરસાદ, પારડીમા 3 ઇંચ ઉમરગામમાં 2.5 ઇંચ વરસાદ, વાપી 2 ઇંચ  વિસાવદરમા 2 ઇંચ વરસાદ, સુરતના પલસાનામા 2 ઇંચ વરસાદ નોંધાયો છે.

  બીજી બાજુ તારીખ 6 જુલાઈના રોજ નવસારી, સુરત, આણંદ વડોદરા, ભરૂચ, સુરત, પોરબંદર, ભાવનગર, અમરેલી, દ્વારકા, બોટાદ અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

(11:53 pm IST)