Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

પત્નીને ફોન કરી બિભિત્સ માંગણી કરી હેરાન કરવા ગયેલ પતિને અસમાજિક તત્વ ને તેના પત્નીએ ઢોર માર માર્યો

યુવકને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે-પગે અને માથાના ભાગે ઇજાઓ પહોંચી : લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

દાહોદ તા. 04 : દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં એક પરિણીતાને આવારા તત્વ દ્વારા અવાર-નવાર ફોન કરી બીભત્સ માંગણી કરી હેરાન પરેશાન કરવામાં આવતી હતી. જે અંગે પરિણીતાએ તેના પતિને જાણ કરતાં તેનો પતિ ઇસમને સમજાવવા જતાં ઈસમ અને  તેની પત્નીએ યુવકને ઢોર માર માર્યો હતો. જે આંગે પોલીસ  ફરિયાદ નોંધાઈ  છે.

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના એક ગામમાં રહેતો અર્જુન મેવાતીયા ઝાલોદ તાલુકામાં રહેતી એક પરિણીતાને વારંવાર મોબાઈલ ફોન પર બિભિત્સ માંગણી કરી શારિરીક સંબંધ બાંધવા માટે હેરાન પરેશાન કરતો હતો. અને સંબંધ બાંધવાની પરિણીતાએ ના પાડતાં અર્જુને પરિણીતાને, “હું તને રાખવાનો છું, તારાથી થાય તે કરી લે, તારૂં અભિમાન હું ઉતારી નાંખવાનો છું, તું મને એકવાર મોકો આપ, મને બોલ નહીં તો હું તને બરબાદ કરી નાંખીશ.” એમ કહ્યું હતું.

 

ધાકધમકીઓ આપતાં આ અંગે પરિણીતાએ સમગ્ર બાબતની જાણ પોતાના પતિને કરતાં પરિણીતાના પતિએ અર્જુનના ઘરે જઈ આ મામલે વાત કરી હતી. ત્યારે અર્જુન અને તેની પત્ની વસંતી અર્જુન મેવાતીયાએ ઉશ્કેરાઈ જઈ પરિણીતાના પતિને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે-પગે અને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી હતી. અને મારી નાંખવાની ધમકી આપી હતી. આ સંબંધે પરિણીતા દ્વારા લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(8:24 pm IST)