Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

સુરતમાં ટીઆરબી જવાનને વાહન રોકવા કે દસ્‍તાવેજો માંગવાનો અધિકાર ન હોવા છતાં રસ્‍તા પર વાહન રોકી કાગળો માંગતા વીડિયો સોશ્‍યલ મીડિયામાં વાયરલ

ટીઆરબી જવાન દાદાગીરી કરી ડ્રાઇવરોને ધમકી આપી રોફ જમાવતો

સુરતઃ સુરતના હજીરા હાઇવે પર ટીઆરબી જવાન રોફ જમાવી દાદાગીરી કરી તેમના અધિકારમાં ન આવતુ હોય છતાં વાહનચાલકો પાસે વાહનના દસ્‍તાવેજો તપાસનો વીડિયો સોશ્‍યલ મીડિયામાં વાયરલ થતા આ યુવાન પોતાનો ચહેરો છુપાવતો હતો.

સુરતમાં ટીઆરબી જવાનોની દાદાગીરીનો એક વીડિયો વાયરલ થયો છે. ટીઆરબી જવાનો પાસે કોઈ વાહનને રોકવાનો અને દસ્તાવેજો માંગવાનો અધિકાર હોતો નથી. છતાં સુરતમાં ટીઆરબી જવાનો દ્વારા રસ્તા પર ડ્રાઇવરો પાસેથી કાગળો માંગવામાં આવી રહ્યાં હતા. સુરતના હજીરા હાઈવે પરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ડ્રાઇવરોને ધમકી આપી રહ્યાં હતા ટીઆરબી જવાનો

સુરતના હજીરા હાઈવે પરના વાયરલ વીડિયોમાં ટીઆરબી જવાનો પાસે અધિકાર ન હોવા છતાં પેટ્રોલ ટેન્કરોના ડ્રાઇવરો પાસે કાગળો માંગી રહ્યાં હતા. ટીઆરબી જવાનો પાસે વાહન ચાલકોને રોકવાનો અધિકાર નથી. છતાં તે દાદાગીરી કરી હાઈવે પર વાહનોને રોકી રહ્યાં હતા.

ડ્રાઇવરોને આપી ધમકી

ટીઆરબી જવાનો પેટ્રોલ ટેન્કર ચાલકોને ઉભા રાખી તેની પાસે દસ્તાવેજો માંગી રહ્યાં હતા. ડ્રાઇવર પર રોફ જમાવવા ટીઆરબી જવાનો દાદાગીરી પણ કરી રહ્યાં હતા. તેઓ ધમકી આપીને કાગળો માંગી રહ્યાં હતા. જ્યારે મીડિયાકર્મીઓ સ્થળ પર પહોંચ્યા તો ટીઆરબી જવાનોએ કેમેરાને ધક્કા માર્યા હતા. આ ઘટના કેમેરામાં કેદ થઈ જતાં ટીઆરબી જવાનો પોતાનો ચહેરો છુપાવવા લાગ્યા હતા.

(5:22 pm IST)